Instagram Trail Reels : રીલ પોસ્ટ કરતાં પહેલા જાણી લો રીલ વાયરલ થશે કે નહીં?
Instagram Reels : ઇન્સ્ટાગ્રામ રીલ્સ પબ્લિશ કર્યા પછી કેવી રીતે કાર્ય કરશે? જો તમે આને પબ્લિશ કરતાં પહેલા જાણવા માગો છો, તો ઇન્સ્ટાગ્રામના નવા ફીચર વિશે વાંચો. આ નવી સુવિધા કેવી રીતે કામ કરશે અને તમને તેમાં શું લાભ મળશે તેની સંપૂર્ણ વિગતો જુઓ.

કલાકો સુધી મહેનત કર્યા પછી એક રીલ બને છે અને પછી તેને બહુ વ્યુઝ ન મળતાં તે દુઃખી થાય છે. આવી સ્થિતિમાં બધી મહેનત વ્યર્થ જાય છે, વ્યક્તિ વિચારે છે કે જો કોઈએ વધુ સારો વીડિયો બનાવ્યો હોત તો સારૂ થતું. પણ હવે તમારે આ ટેન્શન લેવાની જરૂર નહીં પડે. હવે તમને અગાઉથી ખબર પડશે કે તમારી રીલ સાર્વજનિક થયા પછી કેટલી વાયરલ થશે અને તેને કેટલા વ્યુઝ મળશે. પણ આ કેવી રીતે થશે? આ જાણવા માટે, નીચે તેની સંપૂર્ણ વિગતો વાંચો.

Instagram Trail Reels : ઈન્સ્ટાગ્રામ તેના યુઝર્સની સુવિધા માટે નવા અપડેટ્સ લાવે છે. ફોટો-વીડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એક ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરનું નામ છે ટ્રાયલ રીલ્સ ફીચર. તમને આ ફીચરમાં ઘણા ફાયદા મળશે. જેની મદદથી તમને રીલ્સને સુધારવાની તક મળશે. આમાં તમને એ સુવિધા મળશે કે તમે તમારી રીલને પબ્લિક કરતાં પહેલા ટ્રાયલ પોસ્ટ કરી શકશો. આ પછી રીલ કેટલી ચાલશે અને ટ્રાયલ પોસ્ટમાં કેટલા વ્યુઝ આવશે, 24 કલાકમાં ખ્યાલ આવી જશે.

Pre- Insights View : સારી વાત તો એ છે કે ટેસ્ટ રીલ તમારા ફોલોઅર્સને બતાવવામાં આવશે નહીં. પરંતુ આમાં રીલ પબ્લિશ થાય અને જાહેર કરવામાં આવે તે પહેલાં સંપૂર્ણ INSIGHT વ્યૂ બતાવવામાં આવશે. જો InfluencerSupkey વીડિયો ટેસ્ટિંગ મોડમાં સારી રીતે કામ કરે છે, તો તમે તેને સીધો પોસ્ટ કરી શકશો.

ટેસ્ટ મોડમાં વીડિયો 24 કલાક પછી આપમેળે ડિલીટ થઈ જશે. પરંતુ જો રીલે સારી કામગીરી બજાવી હોય તો તમે તેને 24 કલાક પૂર્ણ થયા પહેલા પોસ્ટ કરી શકશો.

આ લોકોને વધુ લાભ મળશે : આનાથી ક્રિએટર્સ અને ઈન્ફ્લુઅન્સર્સને ઘણો ફાયદો થશે. કારણ કે તેઓ અગાઉથી જાણતા હશે કે તેમના વીડિયો કેવી રીતે પરફોર્મ કરશે. હાલમાં આ ફીચર પ્રયોગ હેઠળ છે, જો આ ફીચર યોગ્ય રીતે કામ કરશે તો તેને તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

































































