45 હજાર ટન વજન ધરાવતું INS Vikrant બનશે ભારતની નવી તાકાત, જાણો આ દરિયાના બાહુબલીની ખાસિયત
INS Vikrant: 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌસેનાને તેનું સ્વદેશી એયરક્રાફટ મળશે. આ આઈએનએસ વિક્રાંતને વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભારતીય નૌસેનાને સોંપશે.

ભારતની સુરક્ષામાં વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય નૌસેનામાં INS Vikrant સામેલ થવા જઈ રહ્યુ છે જે ભારતની તાકાતમાં વધારો કરશે. નવું આઈએનએસ વિક્રાંત ભારતમાં બનેલું પહેલું એયર ક્રાફટ કેરિયર છે. તેની સાથે જ ભારત દુનિયાના એ 6 દેશોના ગ્રુપમાં સામેલ થઈ ગયુ છે જે 40 હજાર ટનના એયર ક્રાફટ કેરિયર બનાવવા સક્ષમ છે.

INS Vikrantનું વજન લગભગ 45000 ટન છે. તેની લંબાઈ 262 મીટર છે. તેની ઊંચાઈ 15 માળની બિલ્ડિંગ જેટલું એટલે કે 59 મીટર છે. તેની પહોંડાઈ 62 મીટર છે.

તેના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા 76 ટકા સાધનો સ્વદેશી છે. તેમાં 88 મેગાવાટ વિજળીના 4 ગેસ ટર્બાઈન લાગેલા છે. તેની ગતિ 28 સમુદ્રી મીલ છે.

21 ઓગસ્ટ, 2021થી તેનું દરિયામાં દરેક સ્તર પર પરિક્ષણ કરવામાં આવ્યુ છે. તે દરેક સ્તર પર સફળ રહ્યુ છે.

મીગ-29, કામોવ-31, એમએચ-60 સહિત અનેક હળવા વિમાનો તેના પર રખાશે અને ટેકઓફ થશે.