Stocks Forecast 2025: આ કંપનીના શેર છે તમારી પાસે? તો હોલ્ડ કરો, જાણો એક્સપર્ટે શું કરી આગાહી
Stocks Forecast 2025: શેર માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં રોકાણકારો માટે તક અને જોખમ બંને એકસાથે ચાલે છે. રોજ નવા ઉછાળા અને ઘટાડા સાથે બજારનું દિશા-પરિવર્તન રોકાણકારો માટે ઉત્સુકતા ભર્યું બને છે. આવી સ્થિતિમાં 'શેર માર્કેટ ફોરકાસ્ટ' રોકાણકારોને ભવિષ્યના ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપે છે. યોગ્ય માહિતી અને વિશ્લેષણથી રોકાણકારો બુદ્ધિશાળી નિર્ણય લઈ શકે છે અને તેમના રોકાણને વધુ સુરક્ષિત બનાવી શકે છે. અહીં તમને 1 વર્ષનું ફોરકાસ્ટ જોવા મળશે.

APL Apollo Tubes Limited કંપનીની વાત કરીએ તો હાલ શેર પ્રાઈઝ 1732.90 રુપિયા છે. ભવિષ્યમાં આ શેરની પ્રાઈઝ વધીને 2286 અને ઓછામાં ઓછી પ્રાઈઝ 1320 થાય તેવી શક્યતા છે.

આ કંપની વિશે 17 એનાલિસ્ટોએ આગાહી કરી છે. તેમાંથી 12 લોકો આ શેરને ખરીદવાનું કહી રહ્યા છે. 4 લોકો આ શેરને હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે. 1 જ એવું કહે છે કે આ શેર તમે અત્યારે વેચી શકો છો.

ABB India Limitedના શેર અત્યારે 5195.50 પર ટ્રેડ કરી રહ્યા છે. ભવિષ્યમાં તેના MAX પ્રાઈઝ 6095 તેમજ MIN પ્રાઈઝ 4206 રહેશે તેવી શક્યતાઓ છે.

આ કંપની માટે 26 એક્સપર્ટ એ એનાલિસિસ કરેલું છે. તેમાંથી 10 કહી રહ્યા છે કે આ સમય શેર ખરીદવાનો સારો મોકો છે. 11 લોકો આ શેરને હમણા હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે. તેમજ 5 લોકો આ શેરને અત્યારે શેર કરવાનું કહી રહ્યા છે. ટૂંકમાં કહી તો આ કંપનીના શેર ન્યૂટ્રલ રહેશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
