IND vs SA Final : હમારી છોરીયા છોરો સે કમ હૈ ક્યા…ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ભારતે જીત્યો U19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ
લગભગ બે અઠવાડિયાની રોમાંચક મેચો પછી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને ટાઇટલ પોતાને નામે કર્યું છે.

લગભગ બે અઠવાડિયાની રોમાંચક મેચો પછી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાઈ હતી.

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બાય્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને ટાઇટલ પોતાને નામે કર્યું છે.ભારતીય ટીમે સતત બીજી વખત અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. અગાઉ વર્ષ 2023માં પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.

આ ટુર્નામેન્ટમાં નિક્કી પ્રસાદની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ યાદગાર રહ્યું. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીત્યું છે.

અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પણ તે કંઈ ખાસ કરી શકી નહીં. આખી ટીમ 20 ઓવરમાં ફક્ત 82 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકા માટે મિક વાન વોર્સ્ટે સૌથી વધુ 23 રન બનાવ્યા.

બીજી તરફ ભારત તરફથી ગોંગડી ત્રિશાએ સૌથી વધુ વિકેટ લીધી. ગોંગડી ત્રિશાએ 4 ઓવરમાં ફક્ત 15 રન આપ્યા અને 3 વિકેટ લીધી. આ ઉપરાંત વૈષ્ણવી શર્મા, આયુષી શુક્લા અને પરુણિકા સિસોદિયાએ પણ 2-2 વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચ જીતવા માટે 83 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમે આ લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો. જેમાં ઓપનર ગોંગડી ત્રિશા અને કમલિની એ ટીમને સારી શરૂઆત અપાવી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે માત્ર 4.3 ઓવરમાં 36 રન કર્યા. જેના કારણે ભારતીય ટીમે માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું અને મેચ જીતી લીધી.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો પુરુષોના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં એકબીજાનો સામનો કરી હતી. ત્યારે પણ ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. (Image - ICC)
ભારતની મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમ સહિત દુનિયભરની તમામ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ સમાચાર વાંચવા કરો ક્લિક






































































