જો તમે શોર્ટ ટર્મ માટે રોકાણ કરવા માંગતા હોવ તો આ સ્કીમ વિશે જાણી લો, એટલું રિટર્ન મળશે કે તમે FDને ભૂલી જશો
આજના સમયમાં મોટાભાગના લોકો ઓછું જોખમ લેતા હોય છે અને FD કે PPFમાં રોકાણ કરતા હોય છે. જો કે, FD અને PPF સિવાય પણ માર્કેટમાં એક વધુ ઓપ્શન ઉપલબ્ધ છે, જે ખાસ કરીને શોર્ટ ટર્મ રોકાણ માટે યોગ્ય અને લાભદાયી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ, શોર્ટ ટર્મ રોકાણ માટે યોગ્ય ઓપ્શન કયો.

જો તમે 2 થી 3 વર્ષ માટે પૈસા રોકાણ કરવા માંગતા હોવ અને ઇન્વેસ્ટમેન્ટ દરમિયાન થોડું જોખમ લઈ શકતા હોવ, તો તમારે ડેટ ફંડ વિશે એકવાર જરૂર જાણવું જોઈએ.

આમ જોવા જઈએ તો, વર્ષોથી ઘણા લોકો FDમાં ઇન્વેસ્ટ કરે છે. જો કે, આજના સમયમાં એવા ઘણા વિકલ્પો છે કે જે FD કરતાં પણ વધુ સારું રિટર્ન આપી શકે છે.

એવામાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડેટ ફંડ્સ સૌથી સુરક્ષિત ઓપ્શન માનવામાં આવે છે અને તેમાં FD કરતાં ઘણું સારું રિટર્ન મળે છે. જણાવી દઈએ કે, ડેટ ફંડ્સમાં રોકાણકારોના પૈસા ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ જેમ કે બોન્ડ, સરકારી સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ અને ડિબેન્ચરમાં રોકવામાં આવે છે.

તેનો અર્થ એ થયો કે, ડેટ ફંડના પૈસા સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવામાં આવે છે. ડેટ ફંડ્સને ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આમાં કોઈ લિક્વિડિટી સમસ્યા નથી એટલે કે, તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારા પૈસા ઉપાડી શકો છો. જો કે, સામાન્ય રીતે ડેટ ફંડ્સની મેચ્યોરિટી તારીખ નક્કી હોય છે.

ડેટ ફંડ્સ તમને FD કરતાં થોડું સારું રિટર્ન આપી શકે છે. સામાન્ય રીતે, તમને 1 વર્ષથી 3 વર્ષની FD પર 6 ટકાથી 7.5 ટકા વ્યાજ મળે છે. બીજી બાજુ, ડેટ ફંડમાં તમને લગભગ 9 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. રોકાણકારોએ ધ્યાન રાખવું કે, ડેટ ફંડ્સમાં ઈક્વિટી જેટલું હાઈ રિટર્ન મળતું નથી.

ડેટ ફંડ્સમાંથી મળેલા નફા પર ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. ત્રણ વર્ષથી ઓછા સમયગાળાની હોલ્ડિંગ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન (STCG) પર રોકાણકારના આવક સ્લેબ મુજબ ટેક્સ લાગશે.

ત્રણ વર્ષથી વધુ સમયગાળાની હોલ્ડિંગમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG) પર ઇન્ડેક્સેશન સાથે 20% ટેક્સ લાગશે.
(Disclaimer: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમે પોતાની રીતે યોગ્ય તપાસ કરો અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઈઝરની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
