શિયાળામાં રોજ ખાશો આમળા તો મળશે અદ્ભુત ફાયદા, રોગ રહેશે કોષો દૂર
Health Benefits Of Eating Amla:શિયાળાની ઋતુમાં આમળાના આ ગુણોનો લાભ લેવા આમળાની વિવિધ રેસીપીનો પણ ઉપયોગ કરી શકો છો. આમળામાં વિટામિન હોય છે. આ સાથે આમળામાં કેલ્શિયમ, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, આયર્ન, કાર્બ્સ, ફોસ્ફરસ, ઓમેગા 3 અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.

આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, તે પાચન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ જાણીતું છે. શિયાળાની ઋતુમાં આમળાના આ ગુણોનો લાભ લેવા આમળાની વિવિધ રેસીપીનો પણ ઉપયોગ કરી શકો છો. આમળામાં વિટામિન હોય છે. આ સાથે આમળામાં કેલ્શિયમ, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, આયર્ન, કાર્બ્સ, ફોસ્ફરસ, ઓમેગા 3 અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થઈ શકે છે.

વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે આમળાઃ બદલાતી ઋતુમાં શરદી, અલ્સર અને પેટમાં ઈન્ફેક્શન સામાન્ય છે. જો આ બધાથી છુટકારો મેળવવો હોય તો આમળા ખાઓ. આમળામાં રહેલા તત્વો બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ છે.

આમળા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા આંખોનું તેજ વધારે છે, અને આંખોને સ્વસ્થ રાખે છે

સારી પાચનક્રિયા માટે ખાઓઃ આમળા તમારી પાચનક્રિયા માટે પણ ખૂબ જ સારી છે. તે સારું પાચન, ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.

આમળામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે. આમળા શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

આમળા ખાવાની સાચી રીત કઈ છે હવે એ જાણવું પણ જરૂરી છે કે તમારા આહારમાં આમળાનો સમાવેશ કેવી રીતે કરવો. આમળાને ઘણી રીતે ખાઈ શકાય છે. જેમ કે આમળાનો રસ, કાચ્ચા આમળા, આમળાનો મુરબ્બો વગેર ..
