AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાત્રે ઊંઘ ન આવતી હોય તો સુતા પહેલા આ 5 કામ કરો, આંખ સીધી સવારે ખુલશે

આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની તંદુરસ્તીનું યોગ્ય રીતે ધ્યાન રાખતા નથી. કલાકો સુધી ઓફિસમાં બેઠા રહીને કામ કરવું, કસરતમાં ઓછો સમય આપવો અને ખરાબ ખાણીપીણીના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

| Updated on: Jun 01, 2025 | 7:04 PM
હવે આખો દિવસ કામ કર્યા પછી જ્યારે વ્યક્તિ રાતે ઘરે આવે છે ત્યારે તે ફોનમાં વધુ સમય વિતાવે છે. બીજું કે, ઘણા લોકો તો કામના બોજા હેઠળ તણાવનો શિકાર પણ બની જાય છે. જો કે, આ તણાવના કારણે વ્યક્તિની ઊંઘ ખરાબ થાય છે.

1 / 7
ડોક્ટરો 7 થી 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે. જ્યારે ઊંઘ સારી રીતે પૂરી ન થાય ત્યારે આખો દિવસ થાક લાગે છે. જો તમે પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો અહીં કેટલાક એવા સરળ ઉપાયો બતાવ્યાં છે, જેને અજમાવવાથી તમારી ઊંઘ સીધી સવારે જ ખૂલશે.

2 / 7
રાતે ફોન અને લેપટોપથી દૂર રહો: જ્યારે તમે શાંતિથી ઊંઘવા માગતા હોવ ત્યારે રાત્રે 9 વાગ્યા પછી મોબાઇલ અથવા લેપટોપનો ઉપયોગ ન કરો. આ ડિવાઇસમાંથી નીકળતી વાદળી કિરણો તમારા મગજને આરામ કરવાથી રોકે છે અને મેલાટોનિન નામના હોર્મોનને બનાવવાથી અટકાવે છે, જેના કારણે ઊંઘ પર ખરાબ અસર થાય છે.

3 / 7
હર્બલ ટી પીવો: જો ઊંઘ ન આવવાની સમસ્યા છે તો સૂતા પહેલા હર્બલ ટી પી લેવી જોઈએ. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તમારા મનને શાંત કરે છે અને તમને આરામ મહેસૂસ કરાવે છે. આનાથી ઊંઘ પણ સારી આવે છે.

4 / 7
હળદર વાળું દૂધ પીવો: જો તમે થાકી ગયા છો તો એકવાર આ ઉપાય જરૂરથી અજમાવો. રાત્રે સૂતા પહેલા દૂધ ગરમ કરો અને તેમાં એક ચપટી હળદર પાવડર ઉમેરો અને તેને મિક્સ કરો. આ પછી, દૂધને હુંફાળું કરીને પીવો.

5 / 7
હળવો ખોરાક ખાઓ: રાત્રે ભારે ખોરાક ખાવાનું ટાળો. ડોક્ટરો રાત્રે હળવું અને સહેલાઈથી પચી જાય એવું ભોજન કરવાની સલાહ આપે છે. સૂતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલાં જમવું જોઈએ. આનાથી ઊંઘ સારી આવે છે.

6 / 7
મેડિટેશન કરો: જ્યારે ઊંઘ ન આવતી હોય ત્યારે સુવાની પહેલા થોડી બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. મેડિટેશનથી મન શાંત થાય છે અને તણાવ પણ દૂર થાય છે, જેથી સારી ઊંઘ આવે છે.

7 / 7

(સૂચના: આ માહિતી માત્ર જાગૃતતા માટે આપી છે. TV9 Gujarati આ માહિતીની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ પણ જાતની તબીબી માહિતી અપનાવતાં પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.)

કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">