Hyundaiએ લોન્ચ કરી નવી SUV, કિંમત રૂપિયા 10 લાખથી પણ ઓછી
Hyundaiએ ભારતીય બજારમાં Venueનું નવું મોડલ લોન્ચ કર્યું છે. તેનું નામ Venue Executive છે, જે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી SUV માત્ર 1.0 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનના પાવર સાથે આવે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.

Hyundaiએ ભારતીય બજારમાં Venueનું નવું મોડલ લોન્ચ કર્યું છે. તેનું નામ Venue Executive છે, જે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.

આ નવી SUV માત્ર 1.0 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનના પાવર સાથે આવે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. Hyundai Venue એક્ઝિક્યુટિવ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયા છે. સમાન એન્જિન સાથે આવતા વેન્યુ S(O) વેરિઅન્ટની સરખામણીમાં એક્ઝિક્યુટિવ વેરિઅન્ટ રૂ. 1.75 લાખ સસ્તું છે.

વેન્યુ એક્ઝિક્યુટિવના આગમન બાદ લોકો માટે ટર્બો-પેટ્રોલ એન્જિનથી સજ્જ એસયુવી ખરીદવાનું સરળ બનશે. તેમાં 16-ઇંચના ડ્યુઅલ સ્ટાઇલ વ્હીલ્સ, ફ્રન્ટ ગ્રિલ પર ડાર્ક ક્રોમ અને ટેલગેટ પર 'એક્ઝિક્યુટિવ' બેજ હશે. આ સિવાય એસયુવીમાં રૂફ રેલ છે જે તેને અલગ અને ખાસ બનાવે છે.

વેન્યુના નવા મોડલમાં ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ટુ-સ્ટેપ રિક્લાઇનિંગ અને 60:40 સ્પ્લિટ-ફોલ્ડિંગ રીઅર સીટ, 8.0-ઇંચ ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

વેન્યુ એક્ઝિક્યુટિવ અને S (O) ટર્બો વેરિઅન્ટ્સની એક્સ-શોરૂમ કિંમત રૂ. 9.99 લાખ અને રૂ. 11.86 લાખની વચ્ચે છે. આ કિંમત સાથે આ વેન્યુ મોડલ રેનો કિગર ટર્બો અને નિસાન મેગ્નાઈટ ટર્બો સાથે સીધી સ્પર્ધા કરે છે.

Renault Kiger Turboની એક્સ-શોરૂમ કિંમત 9.30 લાખથી 11.23 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે Nissan Magnite Turboની એક્સ-શોરૂમ કિંમત 8.25 લાખ રૂપિયાથી 11.27 લાખ રૂપિયા સુધીની છે.
