Phone Tips : જૂના ફોનની સ્પીડ કેવી રીતે વધારવી? જાણો અહીં સરળ ટ્રિક

ફોનની સ્પિડ ઘટી જાય છે અને તે ધીમી ગતિએ કામ કરે છે. હવે ફોન ધીમો ચાલતો હોય તો આપણે કંટાડી જઈએ છીએ. ત્યારે આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક ફોનની સ્પિડ વધારવાની ટિપ્સ લઈને આવ્યા છે

| Updated on: Jul 02, 2024 | 11:57 AM
મોટાભાગના લોકો એક ફોન ખરીદે છે તો તેમનો ફોન ઓછામાં ઓછા 3-4 વર્ષ સુધી ચલાવતા જ હોય છે. તો કદાચ કોઈ તેનાથી પણ વધુ સમય સુધી પોતાનો ફોન ચલાવતા હોય એટલેકે બદલતા ન હોય ત્યારે મોટાભાગે જ્યારે આપડે એકનો એક ફોન 3- 4 વર્ષથી વધુ ઉપયોગ કરીએ છે ત્યારે તે ફોનની સ્પિડ ઘટી જાય છે અને તે ધીમી ગતિએ કામ કરે છે. હવે ફોન ધીમો ચાલતો હોય તો આપણે કંટાળી જઈએ છીએ. ત્યારે આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક ફોનની સ્પિડ વધારવાની ટિપ્સ લઈને આવ્યા છે જે તમારા જૂનામાં જૂના ફોનને પણ કાચબાની ગતિએથી સસલાની ગતિએ દોડવામાં મદદ કરશે. ત્યારે ચાલો જાણીએ ફોનની સ્પીડ વધારવાની ટ્રિક્સ

1 / 6
ફેક્ટરી રીસેટ કરો : ફેક્ટરી રીસેટ કરવી એ તમારા સ્માર્ટફોનને ઝડપી, સરળ અને ફરીથી નવા જેવા બનાવવાની શ્રેષ્ઠ રીત છે. તમને જણાવી દઈએ કે સ્માર્ટફોનને રીસેટ કર્યા બાદ ફોનની તમામ જૂની ફાઈલો નીકળી જશે અને સિસ્ટમ ફાઈલ્સ અને એપ્લિકેશન ફાઈલો ફરીથી નવી બની જશે આથી તમારા ફોનની ફેક્ટરી રીસેટ કરતા પહેલા તમારા મોબાઈલ ફોનનો ડેટા બેકઅપ લેવો પણ જરૂરી છે. જો તમે મોબાઈલમાં હાજર તમામ એપ્સ, ફોટો, વીડિયો અને અન્ય ફાઈલ્સને તમારી પાસે રાખવા ઈચ્છો છો, તો ચોક્કસપણે ડેટા બેકઅપ લો. ફોનનો બેકઅપ સ્માર્ટફોનમાં જ ઇન્સ્ટોલ કરેલા માઇક્રોએસડી કાર્ડમાં અથવા ગૂગલમાં સ્ટોર કરી શકાય છે, જે ફોન ફેક્ટરી રીસેટ થયા પછી પુનઃપ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય પણ બીજી રીત છે જેના દ્વારા તમે તમારા ફોનની સ્પીડ વધારી શકો છો.

2 / 6
એન્ડ્રોઇડ અપડેટ : સ્માર્ટફોન ગૂગલ દ્વારા બનાવેલ એન્ડ્રોઇડ ઓએસ પર ચાલે છે. દર વર્ષે આ કંપની તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લાવે છે જેમાં ઘણા નવા અપડેટ્સનો સમાવેશ થાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે એન્ડ્રોઈડ ઓએસનું નવું અપડેટ ન માત્ર નવા ફીચર્સ લાવે છે પરંતુ અનેક પ્રકારના બગ્સ તમારા ફોનમાં આવતા હટાવે છે. વિવિધ એપ્સ, વેબસાઈટ્સ, ગેમ્સ, ઓનલાઈન પ્રવૃત્તિઓ અને ઈન્ટરનેટ એક્સેસને કારણે તમારા સ્માર્ટફોનમાં ઘણા પ્રકારના બગ્સ પ્રવેશે છે જે ફોનની પ્રોસેસિંગ પર વધારાનો ભાર મૂકે છે. આ બગ્સ માત્ર પ્રોસેસિંગને ધીમું કરતું નથી પણ ઘણી એપ્લિકેશનોને પણ અસર કરે છે. તેથી, તમારા સ્માર્ટફોનને હંમેશા લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન પર અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

3 / 6
રેમ મેમરી : જ્યારે પણ મોબાઈલ ફોનમાં કોઈપણ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તે ફોનની ઈન્ટરનલ મેમરીમાં સ્ટોર થાય છે. આથી જો ફોનમાં આ એપ્સ કે ગેમ્સ ઈન્સ્ટોલ કર્યા પછી જેમ જેમ તમે તેનો ઉપયોગ કરો છો તેમ તેમ તેની ફાઈલોની સાઈઝ પણ વધતી જાય છે. આ સ્થિતિમાં, જો તમારા ફોનની રેમમાં ખૂબ જ ઓછી જગ્યા બચે છે, તો ફોનની પ્રોસેસિંગ ધીમી થવા લાગે છે અને તમામ કાર્યો ધીમા થવા લાગે છે. અહીં તમારે નક્કી કરવાનું છે કે ફોનમાં તમારા માટે સૌથી મહત્વની એપ્સ જ રાખો અને સ્માર્ટફોનમાંથી બિનજરૂરી એપ્સ વગેરે ડિલીટ કરો. રેમ જેટલી ફ્રી હશે, ફોન એટલો જ સ્મૂધ કામ કરશે.

4 / 6
ફોન સ્ટોરેજ : ફોનના સ્ટોરેજ ભરાઈ જવાથી પણ ફોનની સ્પિડ પર અસર થાય છે. આ સ્થિતિમાં, સમયાંતરે તમારા ફોનના સ્ટોરેજને ચેક કરતા રહેવું અને મોબાઇલમાંથી બિનજરૂરી ફોટા અને વીડિયો ડિલીટ કરવા જરૂરી છે. હા, જો તમે મીડિયા ફાઇલો ડિલીટ કરી શકતા નથી તો તેનો બેકઅપ લેવો એ પણ સારો વિકલ્પ છે. તમે તમારા ફોનમાં સેવ કરેલા ફોટાને ગૂગલ પર સેવ કરી શકો છો અને પેન ડ્રાઇવ, લેપટોપ વગેરેમાં પણ સેવ કરી શકો છો. આમ ફોનના સ્ટોરેજને ફ્રી રાખો અને તેને બિનજરૂરી રીતે ભરવા ન દો.

5 / 6
લાઇટ એન્ડ્રોઇડ એપ્સનો ઉપયોગ કરો : જૂના મોબાઈલ ફોન માટે લાઈટ એન્ડ્રોઈડ એપ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એપ્સ ફોનમાં ઓછો સ્ટોરેજ રોકે છે અને ઇન્ટરનેટનો વપરાશ પણ ઘટાડે છે. આ લાઇટ એન્ડ્રોઇડ એપ્સ ઓછી રેમ અને જૂના પ્રોસેસર પર પણ સરળતાથી અને લેગ-ફ્રી કામ કરે છે. જો આપણે અહીં કેટલીક લાઇટ એપ્સનો ઉલ્લેખ કરીએ તો Gmail ગો, ગૂગલ ગો, યુટ્યુબ ગો અને મેપ્સ ગોની સાથે ફેસબુક લાઇટ, મેસેન્જર લાઇટ, ઇન્સ્ટાગ્રામ લાઇટ અને ટ્વિટર લાઇટ જેવી એપનો ઉપયોગ કરી શકો છો આ એપ તમારા ફોનમાં વધારે જગ્યા પણ નહીં રોકે અને ફોન કાચબાની ગતિએ કામ નહીં કરે

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">