AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રોન દીદી કેવી રીતે બની શકાય ? જાણો ડ્રોન દીદીને કેટલુ વેતન મળશે

કેન્દ્ર સરકારે નવેમ્બર 2023માં ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દીદી યોજના હેઠળ દેશમાં સ્વ-સહાય જૂથોની હજારો મહિલાઓને ડ્રોન દીદી તરીકે બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

| Updated on: Mar 19, 2024 | 10:25 AM
Share
કેન્દ્ર સરકારે નવેમ્બર 2023માં ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દીદી યોજના હેઠળ દેશમાં સ્વ-સહાય જૂથોની હજારો મહિલાઓને ડ્રોન દીદી તરીકે બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે નવેમ્બર 2023માં ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દીદી યોજના હેઠળ દેશમાં સ્વ-સહાય જૂથોની હજારો મહિલાઓને ડ્રોન દીદી તરીકે બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

1 / 7
ડ્રોન દીદી યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓનું સ્વ-સહાય જૂથોની સક્રિય સભ્ય હોવું જરૂરી છે. આ સાથે મહિલાનું ભારતીય નાગરિક હોવું પણ જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાની ઉંમર 18 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

2 / 7
મહિલા ડ્રોન પાઈલટને 10 થી 15 ગામોનું ક્લસ્ટર બનાવીને ડ્રોન આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ઉડાવવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણી સંબંધિત તાલીમ આપવામાં આવશે.જેમાંથી એક મહિલાને 'ડ્રોન સખી' તરીકે પસંદ કરવામાં આવશે.

3 / 7
પીએમ ડ્રોન દીદી યોજનાનો લાભ માત્ર સ્વ-સહાય જૂથની મહિલાઓને જ મળશે. આ યોજના હેઠળ પસંદગી પામેલ મહિલાઓને 15 દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવશે.

4 / 7
જે મહિલા ડ્રોન દીદી તરીકે કામ કરશે તેને 15,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આ યોજના દ્વારા મહિલાઓનો પગાર DBT દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

5 / 7
આ યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. અરજદાર આર્થિક રીતે નીચલા વર્ગનો હોવો જોઈએ. સાથે જ અરજદાર કૃષિ પ્રવૃતિઓમાં સામેલ હોવો જોઈએ.

6 / 7
આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, સ્થાનિક રહેવાસી પ્રમાણપત્ર, પાન કાર્ડ, ફોન નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્વસહાય જૂથ ઓળખ કાર્ડ સહિતના દસ્તાવેજો જરુરી છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">