History of city name : ચોટીલાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ચોટીલા, પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ યાત્રાસ્થળ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે.

"ચોટીલા" નામનું ઉત્પત્તિ શબદ "ચોટી" પરથી માનવામાં આવે છે, જેનો અર્થ છે “ટેકરી” અથવા “ઉંચી પહાડી.” ચોટીલા ગામ એક ઉંચી પહાડી પર વસેલું છે, જેના પરથી સમગ્ર વિસ્તારનો દૃશ્યાવલોકન થાય છે. એવું માનવામાં આવે છે કે આ ગામનું નામ તે પહાડી/ટેકરીના આધારે પડ્યું હતું. (Credits: - Wikipedia)

ચોટીલા મુખ્યત્વે ચામુંડા માતાનું મંદિર માટે પ્રસિદ્ધ છે. ચોટીલા માતાજી 52 શક્તિપીઠોમાંની એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં માતાજીના દર્શન કરવા માટે ભક્તો અને સાધુઓ આવતા હતા.

મંદિર દુર્ગમ ટેકરી પર વસેલું છે, લગભગ 800થી વધુ સીડીઓ ચડીને અહીં પહોંચવું પડે છે. મંદિરમાં સ્થાપિત ચામુંડા માતાજીની મૂર્તિ અત્યંત પ્રાચીન છે અને તેનું અસ્તિત્વ સત્ય યુગથી મનાય છે. (Credits: - Wikipedia)

ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર અને ઐતિહાસિક મહત્વને કારણે ચોટીલા પ્રખ્યાત છે. સોઢા પરમાર અને ખાચર કાઠીઓના શાસન હેઠળ રહેલા આ સ્થળનો ઇતિહાસ રસપ્રદ છે. આજે, ચોટીલા ભક્તિ અને પ્રવાસનનું કેન્દ્ર બની ગયું છે.

પ્રાચીન કાળમાં ચોટીલાને ચોટગઢ તરીકે ઓળખાતું હતું. આ વિસ્તાર પહેલેથી જ સોઢા પરમાર શાસકોના અધિકાર હેઠળ હતું, પરંતુ જ્યારે જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. ઘણા ખાચર કાઠીઓના વંશજોનું મૂળ ચોટીલા ખાતે છે.ઈ.સ. 1566માં કાઠીઓએ આ વિસ્તાર પર અધિકાર મેળવન્યો હતો. બ્રિટિશ સમયગાળામાં ચોટીલા એજન્સી થાણાનું કેન્દ્રીય મથક રહ્યું હતું. (Credits: - Wikipedia)

આજે ચોટીલા તીર્થ સ્થળ તરીકે ગુજરાતમાં ખાસ નામ ધરાવે છે. નવરાત્રીમાં અને ખાસ કરીને આસો-સુદ અગિયારસે અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. અહીં હવે રેલવે અને રોડવેઝથી પણ સહેલાઈથી પહોંચી શકાય છે. (Credits: - Wikipedia)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































