AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : RO વગર પાણીને આ રીતે કરો શુદ્ધ, નહીં કરવો પડે કોઈપણ જાતનો ખર્ચો, જાણો દેશી પદ્ધતિ

સ્વસ્થ શરીર માટે સ્વચ્છ પાણી ખૂબ જ જરૂરી છે. કીટાણુ મુક્ત પાણી શરીરને અનેક રોગોથી દૂર રાખે છે. તમે આ ઘરગથ્થુ પદ્ધતિઓથી પાણીને સાફ કરી શકો છો.

| Updated on: Apr 14, 2024 | 2:34 PM
Share
આપણા શરીરમાં 72 ટકા પાણી છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વચ્છ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેમજ હાલ ગરમીની ઋતુ ચાલુ છે આ દરમિયાન દર થોડા થોડા સમયંતરે પાણી પીતા રહેવું જોઈએ. તેમા પણ આ સિઝન દરમિયાન લોકોને પાંચન સબંધીત ઘણી સમસ્યા થતી હોય છે તેમા પણ જો દૂષિત પાણી પીવામાં આવી જાય તો અનેક પ્રકારના રોગો થાય છે. આવી સ્થિતિમાં, લોકો તેમના ઘરોમાં પાણી સાફ કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવે છે. ઘણા લોકો વોટર કુલર લગાવે છે, ઘણા લોકો RO મશીનથી પાણીને શુદ્ધ કરીને પીવે છે.

1 / 7
આવી સ્થિતિમાં તમે કોઈ પણ જાતનું RO મશીન લગાવ્યા વગર ઘરે જાતે જ પાણીને શુદ્ધ કરી શકો છો આ એટલી સરળ પદ્ધિ છે કે તમારે કોઈ પણ જાતનો નકામો ખર્ચો નહીં કરવો પડે અને દેશી રીતથી તમે એકદમ શુદ્ધ પાણી મેળવી શકશો

2 / 7
પાણીને સારી રીતે ઉકાળોઃ જો તમે ઘરમાં પાણીને શુદ્ધ કરવા માંગતા હોવ તો પાણીને ઉકાળીને જ પીવો. આપણા વડીલો ઉકાળેલું પાણી પીવાની ભલામણ કરે છે, કારણ કે ઉકાળેલું પાણી જંતુઓનો નાશ કરે છે. આ માટે પાણીને સારી રીતે ઉકાળો અને પછી પાણીને ઠંડુ થવા દો અને પછી તે જ પાણીનું સેવન કરો.

3 / 7
ફટકડીથી પાણી સાફ કરોઃ તમે પાણીને સાફ કરવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો. આ પછી, ફટકડી લો અને તેને પાણી ભરેલા વાસણમાં ફેરવો અને જ્યારે પાણી આછું સફેદ દેખાવા લાગે, ત્યારે ફટકડીને બહાર કાઢી લો. ફટકડીને કપડામાં લપેટીને પાણીમાં મુકી રાખો અને થોડીવાર પછી કાઢી લો. જેના કારણે પાણી સંપૂર્ણપણે જીવાણુમુક્ત બની જાય છે.

4 / 7
ક્લોરિન ગોળીઓથી સાફ કરો: ક્લોરિનનો ઉપયોગ પાણીને સાફ કરવા માટે પણ થઈ શકે છે. ક્લોરિન ટેબ્લેટ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ગોળીઓને પાણીમાં નાખો. ધ્યાન રાખો કે પાણીમાં ક્લોરિન ગોળીઓ નાખ્યા પછી લગભગ 30 મિનિટ સુધી પાણીનો ઉપયોગ કરશો નહીં.

5 / 7
મીઠાથી પાણીને સાફ કરો : પાણીને સાફ કરવા માટે પણ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. મીઠું દરેક ઘરમાં ઉપલબ્ધ છે. પાણીમાં થોડું મીઠું નાખીને પાણીને સારી રીતે ઉકાળો. વધારે મીઠું ન નાખો. થોડું મીઠું ઉમેરીને પાણી ઉકાળવાથી તેમાં રહેલા બેક્ટેરિયા મરી જશે અને પાણી શુદ્ધ થઈ જશે.

6 / 7
લીંબુના રસનો ઉપયોગ કરોઃ જો તમે પાણીમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરવા માંગતા હોવ તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુના થોડા ટીપાં તમને પાણીમાં નાખો. એક રિસર્ચ મુજબ લીંબુનો રસ પાણીમાં રહેલા બેક્ટેરિયાને મારીને પાણીને સાફ કરી શકે છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">