AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: રાજ્યમાં વધી રહ્યા છે હાર્ટએટેકના કેસ, ગત વર્ષની તુલનાએ 20 ટકા કેસ વધ્યા, હ્રદય રોગ અટકાવવા ટાળો આ આદતો- Photos

રાજ્યમાં હ્રદયને લગતી બીમારીના કેસમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાના કેસ વધી રહ્યા છે. ન માત્ર વડીલો પરંતુ 20-21 વર્ષના યુવાનો પણ આ બીમારીનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિને જોતા ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 9 લોકો હ્રદયની બીમારીનો શિકાર બની રહ્યા છે.

| Updated on: Jul 12, 2024 | 1:48 PM
રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાનુ પ્રમાણ છેલ્લા 2,3 વર્ષથી ઘણુ વધ્યુ છે. ઓફિસમાં કામ કરતા, જીમમાં કસરત કરતા, ગરબા રમતા કે ક્રિકેટ રમતા સમયે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હ્રદય રોગની સમસ્યામાં વધારો થયો છે.

1 / 6
છેલ્લા વર્ષની તુલનાએ રાજ્યમાં હ્રદયને લગતી બીમારીમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 20 ટકા હ્રદયરોગના દર્દીઓ વધ્યા છે.

2 / 6
મળતી માહિતી અનુસાર રાજ્યમાં વર્ષ 2023ના પ્રથમ 6 મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન કરતા 2024માં જાન્યુઆરીથી જૂનમાં હ્રદયને લગતા ઈમરજન્સી કેસમાં  વધારો થયો છે.

3 / 6
હ્રદય રોગના લક્ષણોની જો વાત કરીએ તો છાતી ભારે લાગવી, પરસેવો વળવો, એકાએક ધબકારા વધી જવા શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા આંખે અંધારા આવી જવા, અશક્તિ લાગવી, હાથ એકદમ ભારે થઈ જવા, જડબામાં દુ:ખાવો થવા લાગવો, પીઠદર્દ થવુ સહિતના હોય છે.

4 / 6
હ્રદય રોગ આવવાના મુખ્ય કારણોની જો વાત કરીએ તો વ્યક્તિનું ખાનપાન તેની જીવન શૈલી મુખ્ય પરિબળ છે. વધુ પડતો શ્રમ પણ હાર્ટ એટેકને નોતરે છે.

5 / 6
પૂરતી ઊંઘ લો, હળવી કસરત કરો, રોજ થોડુ ચાલવાનુ રાખો, યોગ્ય પૌષ્ટિક આહાર લો, તણાવમુક્ત રહો,  આહારમાં રેસાયુક્ત, લીલા શાકભાજીનું પ્રમાણ વધારો અને પૂરતો આરામ લેશો તો હ્રદય રોગથી બચી શકાય છે. નિયમિત કાર્ડિયો કરાવતા રહેવુ પણ એટલુ જ જરૂરી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">