Womens Health : ડિલિવરી પછી મહિલાઓએ કઈ કઈ સાવચેતીઓ રાખવી જરુરી છે, જાણો
માતા બન્યા બાદ મહિલાઓ બાળકો તરફ વધુ ધ્યાન આપે છે, પરંતુ પોતાની હેલ્થ પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. ડિલિવરી બાદ મહિલાઓએ અમુક વાતનું ખુબ જ ધ્યાન રાખવું અને સાવચેતીઓ રાખવી જરુરી છે. તો ચાલો જાણીએ ડિલિવરી બાદ મહિલાઓએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

માતા બન્યા બાદ મહિલાઓ પોતાની ધ્યાન રાખવું ભૂલી જાય છે. કેટલીક મહિલાઓ એવી હોય છે કે, પ્રેગન્સી દરમિયાન પોતાની ખુબ કાળજી રાખે છે. પરંતુ બાળક આવ્યા બાદ તે પોતાની કાળજી રાખવાનું ભૂલી જ જાય છે અને બાળકોની ખુબ સાવચેતી રાખવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે, ડિલિવરી પછી મહિલાઓએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ.

તમારી નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન બાળકને જન્મ આપ્યાના 40 દિવસ સુધી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે, જો ડિલિવરી સમયે કેટલીક વાતની સાવધાની ન રાખી તો ફ્યુચરમાં શરીર સાથે જોડાયેલી કેટલીક પરેશાની થઈ શકે છે.

ડિલિવરી પછી બે મહિના સુધી સ્ત્રીઓએ કોઈપણ ભારે વસ્તુ ઉપાડવી જોઈએ નહીં. મહિલાએ હંમેશા એવા કપડાં પહેરવા જોઈએ જે આખા શરીરને ઢાંકે. કાન અને માથું હંમેશા ઢાંકેલા રાખવા જોઈએ. આ સાથે, બે મહિના સુધી દરરોજ આખા શરીરની માલિશ કરવી જોઈએ.

બાળકના જન્મ પછી યોનીમાંથી બ્લીડિંગ થાય છે. જે સામાન્ય થોડા સમય સુધી રહે છે. આ દરમિયાન ટેમ્પોન અને મેન્સ્ટુઅલ કપનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે, તેનાથી ઈન્ફેક્શનનો ડર રહે છે. ડિલિવરી બાદ સેનિટરી પેડ બેસ્ટ ઓપ્શન છે. આ દરમિયાન તમારા પ્રાઈવેટ પાર્ટને ગરમ પાણીથી સાફ કરવો જરુરી છે.

બાળકનો જન્મ થયો એટલે એનો મતલબ એવો નથી કે, તમારા શરીરને જરુરી મિનરલ્સ અને વિટામિનની જરુર નથી. ડિલિવરી બાદ શરીરમાં અનેક પોષક તત્વો જરુરી હોય છે.તમારા આહારમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્ધી ફેટ્સનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડિલિવરી પછી માતાએ 4 થી 5 મહિના સુધી તળેલું અને મસાલેદાર બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. ઠંડી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ.સવારે ઉઠતાની સાથે જ, સવારે ખાલી પેટે કિસમિસ, બદામ, અખરોટ, ખજૂર અને અંજીર ખાવા જોઈએ.ડિલિવરી પછી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































