Women’s health : સ્તનની સ્વચ્છતા જાળવવા માટે આ ટિપ્સ અનુસરો, ચેપનું જોખમ ઓછું થશે
સત્નની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.આનાથી તમે માત્ર ઘણી ગંભીર બીમારીઓથી બચી શકતા નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ વધુ સારી રીતે જાળવી શકો છો.

બ્રેસ્ટ હાઈજીન મહિલાઓના સ્વાસ્થ માટે ખુબ જરુરી છે. યોગ્ય રીતે બ્રેસ્ટની સાફ-સફાઈ અને ધ્યાન ન રાખવાથી અનેક ગંભીર બીમારીઓ ફેલાય શકે છે. તો ચાલો જાણીએ બ્રેસ્ટ હાઈજીન કેમ જરુરીછે અને આનાથી તમને કઈ કઈ બીમારીઓ થઈ શકે છે.

બ્રેસ્ટની યોગ્ય સફાઇ ન કરવાથી ચેપનો ખતરો વધી જાય છે. પરસેવો અને ગંદકી જમા થવાથી બેક્ટરીયા થઈ શકે છે.જેનાથી સ્કિનમાં , ખંજવાળ , બળતરા અને લાલશ પડી જાય છે.

બ્રેસ્ટની નીચે ત્વચા ખુબ કોમળ હોય છે, સ્તનની નીચેની ત્વચામાં ભેજ અને ગરમીને કારણે ફંગલ ચેપ થઈ શકે છે.

તેને ઇન્ટરટ્રિગો પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ ખૂબ જ અસ્વસ્થતા અને પીડાદાયક બની શકે છે.

જો નિપલની સાફ -સફાઇ યોગ્ય રીતે ન કરવામાં આવે તો. આનાથી ઈન્ફેકશન થઈ શકે છે.તેમજ આનાથી નિપલમાં દુખાવો , સોજો અને ડિસ્ચાર્જ પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને સ્તનપાન કરાવનાર માતાઓ માટે પરેશાનીવાળી બની શકે છે.

બ્રેસ્ટ કેન્સરનો સીધો સંબંધ હાઈજીન સાથે નથી પરંતુ બ્રેસ્ટની યોગ્ય દેખભાળ અને નિયમિત તપાસથી શરુઆતના લક્ષણો ઓળખવામાં મદદ મળી શકે છે.સાફ સફાઈ અને યોગ્ય કાળજી સાથે, તમે કોઈપણ રોગને વહેલા ઓળખી શકો છો અને સમયસર સારવાર મેળવી શકો છો.

યોગ્ય સાઈઝની બ્રા પહેરો. ખૂબ ટાઈટ અથવા ખૂબ ઢીલી બ્રા પહેરવાનું ટાળો. કોટન બ્રા પહેરો, જો કોઈ સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય, તો સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
