Women’s health : શારીરિક સંબંધ બાંધ્યા પછી 10 મિનિટની અંદર તમારે શું કરવું જોઈએ?
સેક્શુએલ રિલેશન કોઈ પણ કપલ માટે સુંદર હોય છે. ઈન્ફેક્શન અને કોઈ અન્ય સમસ્યાથી બચવા માટે આ દરમિયાન કેટલીક વાતનું ખુબ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શું તમે જાણો છો કે,સેક્શુએલ રિલેશનની10 મિનિટની અંદર તમારે શું કરવું જોઈએ?

કોઈ પણ કપલનાં સંબંધોને મજબુત રાખવા માટે ઈમોશનલ કનેક્ટની સાથે ફિઝિકલ ઈન્ટિમેન્સી પણ ખુબ જરુરી છે. સેક્શુઅલ રિલેશન માત્ર ફિઝિકલ એક્ટિવિટી નથી પરંતુ આ કપલને ઈમોશનલી પણ નજીક લાવે છે. સેક્શુઅલ રિલેશનશીપ દરમિયાન નાની-નાની વાતો તમારા અનુભવને સારો બનાવી શકે છે. તો કેટલીક ભૂલો તમારા માટે સમસ્યા ઉભી કરે છે,

આ બધાની અસર તમારા સ્વાસ્થ અને સેક્શુઅલ હેલથ પર પણ પડે છે. સેક્શુઅલ રિલેશનના પળ કોઈ પણ કપલ માટે ખુબ સુંદર હોય છે. ઈન્ફેક્શન અને કોઈ અન્ય સમસ્યાથી બચવા માટે આ દરમિયાન કેટલીક વાતનું ખુબ ખાસ ધ્યાન રાખવું જરુરી બની જાય છે. શું તમે જાણો છો કે, ઈન્ટિમેન્સીની10 મિનિટની અંદર તમારે શું કરવું જોઈએ? આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ કે, તેઓ શું કહે છે.

શારીરિક સંબંધ બાંધ્યા પછી વોશરુમ જઈ આવો. આની પ્રેગ્નન્સીની સાથે કોઈ સંબંધ નથી. પરંતુ, આમ કરવાથી, જો શારીરિક સંબંધ દરમિયાન કોઈ બેક્ટેરિયા પેશાબની નળીમાં પહોંચી ગયા હોય, તો તે દૂર થઈ જાય છે. જો તમે ઈન્ટિમેન્સી પછી 10 મિનિટની અંદર આવું કરો છો, તો ઈન્ફેશનનું જોખમ ઓછું થાય છે.

ઈન્ટિમેન્સી (Intimacy)ની 10 મિનિટની અંદર તમારે વજાઈનાને સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ. વજાઈના સહિત આસપાસના ભાગને હૂંફાળા પાણીથી સાફ કરવું, કોઈપણ કેમિકલ વાળા સાબુ કે વોશનો ઉપયોગ કરશો નહીં. આ વજાઈનાના pH સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.

સેક્શુઅલ રિલેશન બાદ તમારે પેન્ટી પણ બદલવી જોઈએ. ઈન્ટિમેન્સી પછી, સ્વચ્છ અને સુતરાઉ પેન્ટી પહેરો જેથી બેક્ટેરિયાનો વિકાસ ન થાય.

ઈન્ટિમેન્સીની 10 મિનિટની અંદર મહિલાઓએ પાણી જરુર પીવું જોઈએ. આનાથી શરીરને હાઈડ્રેશન મળે છે અને યુરિન દ્વારા બેક્ટીરિયા બહાર નીકળે છે. જેનાથી યુટીઆઈનો ખતરો ઓછો થાય છે.

ઈન્ટિમેન્સીના થોડા સમય આરામ કરવો જરુરી છે. તમે બોડીને રિલેક્શ થવા માટે સમય આપો. જે મેન્ટલ અને ફિઝિકલ બંન્ને રીતે જરુરી છે. ઈન્ટિમેન્સી બાદ જો તમને બળતરા,ખંજવાળ કે પછી યુરિન પાસ કરતી વખતે દુખાવો થાય છે તો, આ સંક્રમણનો સંકેત હોય શકે છે.

શારિરીક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો ડોક્ટરનો સંપર્ક જરુર કરવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
