Women’s health : પેલ્વિક ઈન્ફલેમેટરીનું વધુ જોખમ આ મહિલાઓને રહે છે, બેદરકાર ન બનો
પેલ્વિક ઈન્ફલેમેટરીની બીમારી મહિલાઓમાં થનારી એક બીમારી છે. જે સામાન્ય રીતે અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવાના કારણે થાય છે. તેમજ પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગનું જોખમ વધી શકે છે.

પેલ્વિક ઇન્ફ્લેમેટરીના કારણો, લક્ષણો અને સારવાર વિશે જાણો, આ બીમારીની શરુઆતમાં ઓળખ થવી ખુબ જરુરી છે. સમય પર સારવાર ન કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે.તો ચાલો જાણીએ આ પેલ્વિક ઈન્ફલેમેટરી શું છે.

મહિલાઓને શરીરમાં અનેક બીમારી થાય છે. તેમાંથી એક પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ છે. (PID) પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ એમહિલાઓના પ્રજનન અંગમાં થનારું એક પ્રકારનું ઈન્ફેક્શન છે. જે સામાન્ય રીતે મહિલાઓમાં 16 વર્ષની ઉંમર બાદ થાય છે.

આ ઈન્ફેશન ગર્ભાશયથી શરૂ થાય છે અને ફેલોપિયન ટ્યુબ અને અંડાશય સુધી પહોંચે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો તે વંધ્યત્વનું કારણ પણ બની શકે છે.PID મોટાભાગે અસુરક્ષિત શારીરિક સંબંધને કારણે થાય છે. તે એક પ્રકારનો જાતીય સંક્રમિત ચેપ (STI) છે. ક્લેમીડિયા અને ગોનોરિયા જેવા STI PID ના સૌથી સામાન્ય કારણો છે.

કેટલાક કિસ્સાઓમાં, સ્ત્રીઓના પ્રાઈવેટ પાર્ટમાં બેક્ટેરિયાનું અસંતુલન પણ આ રોગનું કારણ બની શકે છે, પરંતુ આવું ફક્ત થોડા કિસ્સાઓમાં જ થાય છે. PID ધરાવતી 90% સ્ત્રીઓમાં, SCI કારણભૂત છે. આનો અર્થ એ થયો કે આ રોગ ફક્ત અસુરક્ષિત શારીરિક સંબંધ દ્વારા જ ફેલાય છે.

જો કોઈ મહિલાને પેટના નીચેના ભાગમાં દુખાવો, સમયસર પીરિયડ ન આવવા તેમજ શારીરિક સંબંધ બનાતી વખતે દુખાવો થાય તો આના લક્ષણ જોવા મળે છે. આ લક્ષણો જોવા મળતા મહિલાઓએ સમયસર આની સારવાર કરાવી લેવી જોઈએ.

હવે આપણે PIDની સારવારની જો વાત કરીએ તો, ઈન્ફેક્શન મટાડવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાઓનો કોર્સ થોડા મહિનાઓ સુધી ચાલે છે. દવાઓ દરરોજ એક જ સમયે લેવી પડે છે. જો કોઈ સ્ત્રી PID થી બચવા માંગતી હોય તો સુરક્ષિત શારિરીક સંબંધ બાંધવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જરુરી છે. એ પણ ધ્યાનમાં રાખો કે તમને આ ચેપ વારંવાર તો નથી લાગતો ને. જો આવું થઈ રહ્યું હોય તો ચોક્કસપણે ડૉક્ટરને આ વિશે જાણ કરો. આ બાબતમાં બેદરકાર ન બનો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
