Women’s health : મહિલાઓને પીરિયડ્સના થોડા દિવસ પહેલા થતી PMSની સમસ્યાના લક્ષણો શું છે?
પીએમએસ અથવા પ્રિમેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસમાં, મહિલાને પીરિયડ્સ શરૂ થવાના લગભગ 4 થી 5 દિવસ પહેલા આ સમસ્યાનો અનુભવ થાય છે. જ્યારે કોઈ મહિલા આ રોગથી પીડાય છે, ત્યારે તેના સ્વભાવમાં ઘણો ફેરફાર થાય છે.

મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ પહેલા પેટમાં દુખાવો,ગેસ,માથાનો દુખાવો,મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આવી સમસ્યા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને વધારે પ્રભાવિત કરે છે.આ લક્ષણો PMSના હોય શકે છે.

મહિલાોને પ્રીમેસટુઅલ સિડ્રોમ (PMS)ની સમસ્યા પીરિયડ્સના 4 દિવસ પહેલા શરુ થઈ જાય છે. જે પીરિયડ્સ શરુ થયાના એક દિવસ પહેલા સુધી રહે છે. ત્યારબાદ આ સમસ્યા દૂર થાય છે.

તો ચાલો જાણીએ કે, આ પીએમએસ શું છે ? પીએમએસ એટલે કે,પ્રીમેસ્ટ્રુએલ સ્ટ્રેસમાં કોઈ પણ મહિલાને પીરિયડ્સ શરુ થયાના અંદાજે 4 થી 5 દિવસ પહેલા આ સમસ્યા શરુ થાય છે.જેનાથી મહિલાના સ્વભાવમાં ખુબ ફેરફાર જોવા મળે છે.મહિલાઓને કોઈ વસ્તુ ખાવાની વધારે ઈચ્છા થાય છે. કે પછી ગુસ્સો આવે છે. કેટલીક વખત તો મહિલાઓને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવે છે.

પીએમએસના લક્ષણોની જો આપણે વાત કરીએ તો ભૂખમાં વધારો,માથાનો દુખાવો,સાંધાનો દુખાવો,પગ અને હાથમાં સોજો,પિમ્પલ્સ,ઝડપી વજનમાં વધારો,ઝાડા અથવા કબજિયાત,પેટ ફૂલવું જેવા લક્ષણો જોવા મળે છે.

આ વિશે ડોક્ટરનું કહેવું છે કે,જ્યારે મહિલાઓના શરીરમાં હોર્મોનમાં બદલાવ થાય ત્યારે પ્રીમેસ્ટુઅલ સ્ટ્રેસમાં થાય છે. જેનાથી શરીરમાં દુખાવો થાય છે. ખાસ કરીને બ્રેસ્ટ કે પછી પેટમાં,કેટલીક મહિલાઓના મૂડ અચાનક સ્વિંગ થઈ જાય છે.નાની નાની વાતોમાં રડવા લાગે છે.

હવે જાણો કઈ ઉંમરની મહિલાઓને પીએમએસની સમસ્યા થાય છે. આ મહિલાઓ કે છોકરીઓ કોઈને પણ થઈ શકે છે પરંતુ મહિલાઓને આનો ખતરો વધુ રહે છે.જેના બાળકો હોય.પરિવારના કોઈ સભ્ય ડિપ્રેશનમાં છે.તો પીએમએસની સમસ્યા થાય છે.

પીએમએસ થવાના કારણની આપણે વાત કરીએ તો. પીએમએસ થવો એક સામાન્ય વાત છે. હજુ સુધી ડોક્ટરને આનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પીરિયડ્સ સમયે શરીરમાં બદલાવનું કારણ પીસીએસ હોય છે.

પીએમએસથી બચવાના ઘણા રસ્તાઓ છે. જો તમે તેનાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગતા હો, તો દરરોજ અંદાજે 30 મિનિટ કસરત કરો, હેલ્ધી ફુડ તેમજ ફ્રુટ્સનું સેવન કરો,લીલા શાકભાજી ખાઓ.કેલ્શિયમ વાળા ફુડ જેમ કે ડેરી પ્રોડક્ટનું વધારે સેવન કરો.સ્મોકિંગથી દુર રહો.નિયમિત સુવાની ટેવ પાડો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































