Women’s health : શું HPV રસીથી સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય છે? ડૉક્ટર પાસેથી જાણો
એવું કહેવાય છે કે, સર્વાઈકલ કેન્સર જેવી ગંભીર સમસ્યાથી બચવા માટે તમે એચપીવી વેક્સીનની મદદ લઈ શકો છો.શું HPV વેક્સીન સુરક્ષિત છે કે નહીં? તો ચાલો આજે આપણે ડોક્ટર પાસેથી સમગ્ર માહિતી વિસ્તારથી જાણીએ.

ભારતીય મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરની સમસ્યા સામાન્ય થઈ રહી છે. સર્વાઈકલ કેન્સર ત્યારે થાય છે, જ્યારે ગર્ભાશયમાં અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તેને સામાન્ય ભાષામાં સર્વાઇકલ કેન્સર પણ કહેવામાં આવે છે. આ કેન્સર માનવ પેપિલોમા વાયરસ (HPV) ને કારણે ફેલાય છે.

તમને જણાવી દઈએ કે, એચપીવી એક સેક્સુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ છે. જે લાંબા સમય સુધી શરીરમાં રહેવાના કારણે કેન્સરનું કારણ બની શકે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, એચપીવી ઈન્ફેક્શન કેન્સર હોતું નથી. કેટલાક કેસમાં એવું પણ બની શકે છે. જેમાં ઈન્ફેક્શન આમમેળે યોગ્ય થઈ જાય છે.

કેટલીક મહિલાઓ સર્વાઈકલ કેન્સરથી બચવા માટે એચપીવી વેક્સીન લે છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું ખરેખર એચપીવી વેક્સીન લેવાથી સર્વાઈકલ કેન્સરનો ખતરો ઓછો થઈ શકે છે?

શું HPV રસી સર્વાઇકલ કેન્સરને અટકાવી શકે છે? તો હા એચપીવી વેક્સીન આ વાયરસના સૌથી ખતરનાક પ્રકારો 16 અને 18થી બચાવે છે. જે સર્વાઈકલ કેન્સરના અંદાજે 70 ટકા મામલા માટે જવાબદાર છે.

તમને જણાવી દઈએ કે, વેક્સીન સૌથી અસરકારક ત્યારે હોય છે જ્યારે તે ઈન્ફેક્શન લાગતા પહેલા આપવામાં આવે છે. HPV રસી લેવા માટે શ્રેષ્ઠ ઉંમર કિશોરાવસ્થા માનવામાં આવે છે. જો કે, 45 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોને પણ આ રસી આપી શકાય છે. તમને જણાવી દઈએ કે 9 થી 26 વર્ષની છોકરીઓએ આ રસી લેવી જોઈએ.

શું HPV વેક્સીન સુરક્ષિત છે કે નહીં? કેટલાક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે, જો એચપીવી વેક્સીનને 9 થી 26 વર્ષની ઉંમરમાં આપવામાં આવે તો આ વેક્સીન સર્વાઈકલ કેન્સરના ખતરાને 90 ટકા ઓછો કરે છે. તમને જણાવી દઈએ કે, એચપીવી વેક્સીનને સારી રીતે ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમજ આ વેક્સીન સુરક્ષિત છે.

લોકોમાં જાગૃતિના અભાવે, HPV વેક્સીનનો ઉપયોગ ઓછો છે. આવી સ્થિતિમાં, લોકોમાં HPV વેક્સીનની પહોંચ વધારવાના પ્રયાસો કરવા જોઈએ. આ સાથે, આજે પણ મોટાભાગની સ્ત્રીઓને સર્વાઇકલ કેન્સર વિશે ખબર નથી, તેથી લોકોમાં આ રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































