AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરના ત્રણ મુખ્ય કારણો શું છે? તેને કેવી રીતે અટકાવવું

જો તમે 30 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છો તો સર્વાઈકલ કેન્સરના લક્ષણો શું હોય છે. તે તમારે જાણી લેવા જોઈએ. સર્વાઈકલ કેન્સર શરીરમાં ધીમે-ધીમે ફેલાય છે.જેને ગંભીરતાથી લેવામાં આવતું નથી. તો આજે આપણે જાણીશું કે, સર્વાઈકલ કેન્સરના લક્ષણો શું હોય છે?

| Updated on: Aug 22, 2025 | 7:10 AM
Share
તમે અનેક પ્રકારના કેન્સરો વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. પરંતુ આજે આપણે એક એવા કેન્સર વિશે વાત કરીશું. જે મહિલાઓમાં જોવા મળે છે.જેનું નામ સર્વાઈકલ કેન્સર છે. WHO મુજબ દુનિયાભરમાં આ ચોથું સૌથી સામાન્ય સર્વાઈકલ કેન્સર છે. આ એક એવું કેન્સર છે. જેનો 90 ટકા બચાવ સંભવ છે આ માટે કેન્સરના લક્ષણો શું હોય છે. તેના વિશે જલ્દી જાણી લેવું જરુરી છે.

1 / 9
ભારતમાં અનેક મહિલાઓ 30ની ઉંમર બાદ કેન્સરનો શિકાર બને છે. પરંતુ શું તમે જાણો છો કે, આ બીમારી પાછળ ક્યાં કારણો જવાબદાર હોય છે. જેને મહિલાઓ નજરઅંદાજ કરે છે. કેટલીક મહિલાઓ વિચારે છે કે, વધતી ઉંમરના કારણે નબળાઈ આવી રહી છે પરંતુ  થાક ,કમરમાં દુખાવો, અનિયમિત પીરિયડ્સ જેવા સંકેત માત્ર વધતી ઉંમર નથી પરંતુ સર્વાઈકલ કેન્સરની શરુઆતના સંકેત હોય છે.

2 / 9
HPV Virusનું સૌથી પહેલું કારણ એચપીવી વાયરસ છે. આ વાયરસ એક યૌન સંચારિત વાયરસ છે. જે સંક્રમિત પાર્ટનરના સંપર્કમાં આવવાથી ફેલાય છે.મહત્વની વાત એ છે કે, આ એચપીવી વાયરસ કેન્સરમાં બદલતું નથી પરંતુ લાંબા સમય સુધી આ વાયરસ શરીરમાં રહેવાથી તમારી ઈમ્યુનિટી નબળી કરી નાંખે છે. આ વાયરસ સર્વાઈકલ સેલ્સને પણ નુકસાન પહોંચાડી શકે છે.

3 / 9
 હા, ધૂમ્રપાન કરવાથી અથવા જો તમે ધૂમ્રપાન ન કરતા હોવ અને સતત ધૂમ્રપાનના સંપર્કમાં રહેતા હોવ તો પણ, તે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. જેના કારણે શરીર સંક્રમણ સાથે લડી શકતું નથી અને વાયરસ તમને જકડી લે છે. અનેક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ધ્રુમપ્રાન કરનાર મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનો ખતરો વધારે હોય છે.

4 / 9
 ગુપ્તાંગમાંથી સ્રાવ થવો સામાન્ય છે, પરંતુ જો તે વારંવાર થઈ રહ્યું હોય તો સાવચેત રહેવું જોઈએ. કેટલીક સ્ત્રીઓ ડર કે શરમને કારણે તેને અવગણે છે. પરંતુ જો કોઈને લાંબા સમયથી વજાઈનામાંથી ગંધ આવવી કે સાથે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે કે,પીરિયડ્સ અનિયમિત આવી રહ્યા છે. તો સાવધાન થવાની જરુરત છે. લાંબા સમય રહેતા તપાસ કરાવવી જોઈએ.

5 / 9
હવે આપણે સર્વાઈકલ કેન્સરથી કઈ રીતે બચી શકાય તેના વિશે વાત કરીએ તો. એચપીવી વેક્સીન આ વેક્સીન 9 થી 14 વર્ષની છોકરીઓમાં લગાવવી જોઈએ,આ વેક્સીન શરીરને વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે. આ સિવાય દરેક મહિલાઓને 30 વર્ષની ઉંમર બાદ નિયમિત રુપથી પૈપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ. જેનાથી શરુઆતના સ્ટેજમાં જ કોઈ ખતરો છે. તો ખબર પડી જાય છે.

6 / 9
લાઈફસ્ટાઈલમાં બદલાવ કરો. કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચવા માટે સંતુલિત આહાર લેવો જરુરી છે. ધ્રુમ્રપાનથી દુર રહેવું જોઈએ અને પાર્ટનર સાથે સુરક્ષિત સંબંધ બાંધવો જોઈએ.

7 / 9
જો આમ છતાં શરીરમાં કોઈ પ્રકારના સંકેત જોવા મળે છે કે, સતત થાક લાગવો, કમર કે પીઠમાં દુખાવો, શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લીડિંગ કે દુર્ગંધ આવે કે, ડિસ્ચાર્જ થાય તો તરત જ ટેસ્ટ કરાવો. સમયસર ટેસ્ટ કરવાથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">