Breaking News: ગ્રાન્ટ નહીં આપવાની ચીમકી પર ઘેરાયા સાંસદ મિતેશ પટેલ, કોંગ્રેસ પહોંચી ચૂંટણી પંચ પાસે, જુઓ Video
આણંદના ભાજપ સાંસદ Mitesh Patelના એક નિવેદનને લઈને રાજકીય વિવાદ ગરમાયો છે. આંકલાવ વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન જાહેર મંચ પરથી આપવામાં આવેલા તેમના નિવેદન સામે કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો છે અને તેને આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે.
આણંદના ભાજપ સાંસદ મિતેશ પટેલના એક નિવેદનને લઈને રાજકીય વિવાદ ગરમાયો છે. આંકલાવ વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન જાહેર મંચ પરથી આપવામાં આવેલા તેમના નિવેદન સામે કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો છે અને તેને આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે.
વિષય ત્યારે ઉછળ્યો જ્યારે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં મિતેશ પટેલે કહ્યું હતું કે જો જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તો તે વિસ્તારને વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં નહીં આવે. કોંગ્રેસે આ નિવેદનને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ અને ચૂંટણી આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે.
ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે
કોંગ્રેસના ઉપપ્રમુખ વિજય દવેએ આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે અને સાંસદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે જાહેર મંચ પરથી આવા નિવેદનો લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા માટે ગંભીર છે.
પાંચ વર્ષ સુધી ગ્રાન્ટ ફાળવી નહોતી: મિતેશ પટેલ
વિવાદ વધતા મિતેશ પટેલે બાદમાં સ્પષ્ટતા પણ કરી હતી. તેમનો દાવો છે કે ભૂતકાળમાં કોંગ્રેસે પણ ભાજપના સભ્યો સાથે આવું જ વર્તન કર્યું હતું અને પાંચ વર્ષ સુધી ગ્રાન્ટ ફાળવી નહોતી. તેમણે કહ્યું કે તેમનું નિવેદન તે સંદર્ભમાં હતું.
જો કે કોંગ્રેસે આ સ્પષ્ટતા ફગાવી દીધી છે અને મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચતા રાજકીય તાપમાન વધુ વધી શકે છે. હવે નજર ચૂંટણી પંચના નિર્ણય પર છે કે આ નિવેદન આચારસંહિતાનો ભંગ ગણાશે કે નહીં.
Breaking News : જાહેર મંચ કે ગાળાગાળીનું મંચ? Gopal Italia ના નિવેદન પર ઉઠ્યા ગંભીર સવાલો!
