AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેવિંગ એકાઉન્ટ રાખતા લોકો ચેતી જજો, નહીંતર બેંક વસૂલશે ‘મોટો દંડ’

ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે, જેની પાસે સેવિંગ એકાઉન્ટ (Saving Account) નહીં હોય. આપણે આપણી મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે સેવિંગ એકાઉન્ટને સૌથી ઉત્તમ માધ્યમ માનીએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, તમારી કેટલીક નાની-નાની ભૂલો બેંકને એ તક આપે છે કે, તે તમારા ખાતામાંથી પૈસા કાપી લે?

| Updated on: Apr 22, 2026 | 3:44 PM
Share
અવારનવાર લોકો સેવિંગ એકાઉન્ટને 'કરંટ એકાઉન્ટ' અથવા 'પિગી બેંક'ની જેમ વાપરવા લાગે છે, જેનાથી તેઓ અજાણતા બેંકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આરબીઆઈ (RBI) અને બેંકોના કડક નિયમોને કારણે હવે એક નાનકડી ભૂલ પણ ભારે પેનલ્ટી અથવા ઇન્કમ ટેક્સની નોટિસનું કારણ બની શકે છે.

1 / 6
મોટાભાગના સેવિંગ એકાઉન્ટમાં (ઝીરો બેલેન્સ ખાતાઓને બાદ કરતાં) એક ન્યૂનતમ સરેરાશ બેલેન્સ જાળવવું જરૂરી હોય છે. ઘણા લોકો એકસાથે ઘણી બેંક ખાતા ખોલાવી દે છે અને તેમાં પૈસા રાખવાનું ભૂલી જાય છે. જો કે, જેવું તમારું બેલેન્સ નક્કી કરેલી મર્યાદાથી નીચે જાય છે, બેંક 'નોન-મેન્ટેનન્સ ચાર્જ'ના નામે પૈસા કાપવાનું શરૂ કરી દે છે. ક્યારેક આ ચાર્જ એટલો વધારે હોય છે કે, તમારું બેલેન્સ નેગેટિવમાં પણ જઈ શકે છે.

2 / 6
સેવિંગ એકાઉન્ટ બિઝનેસ માટે નહીં પણ બચત માટે હોય છે. ઇન્કમ ટેક્સ વિભાગના નિયમો અનુસાર, જો તમે એક નાણાકીય વર્ષમાં તમારા સેવિંગ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરો છો, તો બેંક તેની જાણ સીધી ટેક્સ વિભાગને કરે છે. આ ઉપરાંત, બેંક પણ એક મહિનામાં નિશ્ચિત સંખ્યાથી વધુ રોકડ વ્યવહાર (જમા અથવા ઉપાડ) પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 150 રૂપિયા સુધીનો શુલ્ક વસૂલે છે.

3 / 6
અવારનવાર આપણે વિચાર્યા વગર કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી લઈએ છીએ. ધ્યાન રાખો કે, પોતાની બેંકના એટીએમમાંથી મહિનામાં 5 વાર અને બીજી બેંકના એટીએમમાંથી માત્ર 3 વાર (મહાનગરોમાં) જ મફત ઉપાડની મંજૂરી હોય છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર તમારે 21 રૂપિયા પ્લસ જીએસટી (GST) આપવો પડે છે. નાની-નાની રકમ વારંવાર ઉપાડવાની આદત તમારા ખાતામાંથી સેંકડો રૂપિયા 'એટીએમ ચાર્જ' તરીકે સાફ કરી શકે છે. આ એક એવી ભૂલ છે કે, જેની કિંમત બેંક નહીં પરંતુ તમારો પરિવાર ચૂકવે છે. જો ખાતાધારક સાથે કોઈ અણબનાવ બને અને ખાતામાં નોમિની (વારસદાર)નું નામ ન હોય, તો બેંકમાંથી પૈસા ઉપાડવા કાયદાકીય ગૂંચવણોને કારણે ખૂબ મુશ્કેલ બની જાય છે. બેંક આ પૈસાને 'અનક્લેમડ ડિપોઝિટ'ની શ્રેણીમાં નાખી શકે છે, જેના કારણે તમારા સ્વજનોને પોતાની જ રકમ માટે વર્ષો સુધી ભટકવું પડી શકે છે.

4 / 6
જો તમે ઈએમઆઈ (EMI) અથવા મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી (SIP) લગાવી રાખી હોય અને ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે પેમેન્ટ ફેઈલ થાય, તો બેંક 'બાઉન્સ ચાર્જ' વસૂલે છે. આ ચાર્જ પ્રતિ ફેઈલ ટ્રાન્ઝેક્શન 250 થી 500 રૂપિયા સુધી હોઈ શકે છે. વારંવાર પેમેન્ટ ફેઈલ થવું માત્ર તમારા પૈસા જ નથી કાપતું પરંતુ તમારા સિબિલ (CIBIL) સ્કોરને પણ ખરાબ કરી દે છે. આરબીઆઈના નિયમો મુજબ, સમયાંતરે KYC અપડેટ કરવું અનિવાર્ય છે. જો તમે બેંકના વારંવાર યાદ અપાવવા છતાં તમારું આધાર, પાન કે સરનામું અપડેટ નથી કરતા, તો બેંક તમારા ખાતાને 'ફ્રીઝ' કરી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારા જ પૈસાનો ઉપયોગ નહીં કરી શકો અને ખાતું ફરી શરૂ કરાવવા માટે તમારે બેંકના ધક્કા ખાવા પડશે.

5 / 6
આપણે અવારનવાર એવી સેવાઓ પર ધ્યાન નથી આપતા કે, જે બેંક આપણને 'ફ્રી' કહીને આપે છે પરંતુ પછીથી ચાર્જ વસૂલે છે. વાર્ષિક ડેબિટ કાર્ડ ફી અને એસએમએસ એલર્ટ ચાર્જ નાના લાગે છે પરંતુ જો તમારી પાસે ઘણા ખાતા હોય તો તે એક મોટી રકમ બની જાય છે. જો તમે કોઈ ખાતાનો ઉપયોગ નથી કરી રહ્યા, તો તેને ચાલુ રાખવા કરતા બંધ કરી દેવું જ વધુ હિતાવહ છે.

6 / 6

Breaking News: રૂપિયાની અસ્થિરતા અને વિદેશી રોકાણ અંગે RBIએ આપ્યું મોટું અપડેટ, શું હવે ભારતમાં વધુ મૂડી આવશે? જાણો વિગતો

Follow Us
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

g clip-path="url(#clip0_868_265)">