AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR ફાઇલિંગ પહેલાં તૈયાર કરી લો આ ‘જરૂરી દસ્તાવેજો’, નહીં તો રિફંડ મેળવવામાં થઈ શકે છે ‘વિલંબ’

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે પૂર્વ તૈયારી ખૂબ જ જરૂરી છે. જો તમે પહેલાથી જ આટલી વિગતો તૈયાર રાખો છો, તો ભૂલો થવાની શક્યતા ઘટી જાય છે અને ટેક્સમાં મળતી છૂટનો પૂરો લાભ લઈ શકાય છે.

| Updated on: Apr 21, 2026 | 3:14 PM
Share
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું સરળ બની શકે છે, જો તમે પહેલાથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. ઘણા લોકો પૂર્વ તૈયારી વગર રિટર્ન ફાઇલ કરવાનું શરૂ કરી દે છે અને પછી ડોક્યુમેન્ટ્સ શોધતા ફરે છે. આનાથી ભૂલો થઈ શકે છે અને તમે ટેક્સ ડિડક્શન (કપાત) મેળવવાનું ભૂલી શકો છો, જેના કારણે રિફંડ આવવામાં પણ વિલંબ થઈ શકે છે. આથી, આકારણી વર્ષ (Assessment Year) 2026-27 માટે ITR ભરતા પહેલા તમામ જરૂરી માહિતી અને કાગળો એક જગ્યાએ રાખવા ખૂબ જરૂરી છે.

1 / 5
સૌ પ્રથમ PAN અને આધાર કાર્ડ તૈયાર રાખો. ટેક્સ ફાઇલિંગ માટે PAN સૌથી મહત્વની ઓળખ છે. તમારો આધાર PAN સાથે લિંક છે કે નહીં, એ પણ તપાસી લો. તમારો મોબાઈલ નંબર, ઈમેલ અને સરનામું પણ અપડેટ હોવું જોઈએ, કારણ કે તેના દ્વારા જ OTP અને બીજી જરૂરી માહિતી મળે છે. જો તમે નોકરી કરો છો, તો Form 16 સૌથી મહત્વનો દસ્તાવેજ છે, જે તમારા એમ્પ્લોયર (માલિક) દ્વારા બહાર પાડવામાં આવે છે. આમાં તમારા પગાર, ટેક્સ ડિડક્શન (TDS) અને ટેક્સ છૂટની પૂરી વિગત જોવા મળે છે. જો તમે વર્ષ દરમિયાન નોકરી બદલી હોય, તો તે કંપનીઓ પાસેથી પણ Form 16 લેવું જરૂરી છે.

2 / 5
આ ઉપરાંત, Form 26AS અને AIS (Annual Information Statement) પણ ડાઉનલોડ કરવા જોઈએ. આમાં તમારા નામે કપાયેલા TDS, બેંક વ્યાજ, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત વ્યવહારોની માહિતી હોય છે. આ વિગતોને તમારા રેકોર્ડ સાથે સરખાવવી જરૂરી છે, જેથી કોઈ ભૂલ ન રહી જાય. સેલેરી સ્લિપ પણ સાચવીને રાખો, કારણ કે તેમાંથી HRA, PF અને બીજા ડિડક્શનની વિગત મળે છે. આની સાથે બેંક સ્ટેટમેન્ટ અને FD ના વ્યાજનું સર્ટિફિકેટ પણ જરૂરી છે, કારણ કે ઘણીવાર લોકો વ્યાજની આવક જાહેર કરવાનું ભૂલી જતા હોય છે.

3 / 5
જો તમે જૂની ટેક્સ સિસ્ટમ (Old Regime) માં છૂટ મેળવવા માંગતા હોવ, તો તમામ રોકાણના પુરાવા જેવા કે LIC, PPF, ELSS, ટ્યુશન ફી, હેલ્થ ઇન્શ્યોરન્સ અને હોમ લોનની માહિતી તૈયાર રાખો. હોમ લોન લેનારાઓએ વાર્ષિક સ્ટેટમેન્ટ રાખવું જોઈએ, જેથી વ્યાજ અને મુદ્દલ (Interest And Principal) પર મળતી છૂટનો દાવો કરી શકાય. બીજું કે, જે લોકો ભાડે રહે છે અને HRA ક્લેમ કરે છે, તેમણે ભાડાની પહોંચ તેમજ એગ્રીમેન્ટ રાખવા જોઈએ. આ સિવાય જો તમે શેર, પ્રોપર્ટી, ગોલ્ડ કે મ્યુચ્યુઅલ ફંડ વેચ્યા હોય, તો ખરીદ-વેચાણની તારીખ અને કિંમતની વિગત ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેથી કેપિટલ ગેઇનની ગણતરી સાચી રીતે થઈ શકે.

4 / 5
આ સિવાય ફ્રીલાન્સ ઇન્કમ, પેન્શન, ડિવિડન્ડ કે ભાડાની આવકને પણ અવગણશો નહીં. પાછલા વર્ષનું ITR પણ કામ લાગે છે, કારણ કે તેનાથી ઘણી માહિતી ફરીથી ભરવામાં સરળતા રહે છે. સરકારે ITR ફોર્મ બહાર પાડી દીધા છે અને ટૂંક સમયમાં ઓનલાઈન-ઓફલાઈન સુવિધા પણ શરૂ થશે. ત્યારબાદ કરદાતાઓ પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે. જો તમે પહેલાથી જ તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખશો, તો ITR ફાઇલિંગ સરળ અને ઝડપી થશે, જેનાથી તમારું રિફંડ પણ સમયસર મળી શકે.

5 / 5

Breaking News: ₹50 લાખથી વધુ કિંમતની પ્રોપટી પર હવે નહીં લાગે TDS, ITAT મોટો નિર્ણય

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">