AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડપતિ બનવા માટે લાખોની જરૂર નથી, માત્ર 1,000 રૂપિયા કાફી છે… આ ફંડે આંકડા સાથે આપ્યો જવાબ

શું તમે માની શકો કે, માત્ર 1,000 રૂપિયાની નાની બચત કોઈને કરોડપતિ બનાવી શકે? સાંભળવામાં ભલે આ કોઈ ફિલ્મી વાર્તા લાગે પરંતુ વર્ષ 1994 માં શરૂ થયેલા એક ફંડે આ ચમત્કાર હકીકતમાં કરી બતાવ્યો છે.

| Updated on: Apr 21, 2026 | 6:11 PM
Share
મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે પણ ફ્લેક્સી કેપ ફંડ કેટેગરીની વાત આવે છે, ત્યારે અવારનવાર પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ અને એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડની ચર્ચા થાય છે. આ બંને ફંડ્સ જ્યાં એસેટ્સની દૃષ્ટિએ મોખરે છે, ત્યાં રિટર્ન આપવામાં પણ ટોપર છે. જો કે, આ જ કેટેગરીમાં બીજું એક ફંડ પણ છે કે, જે વળતરની બાબતમાં આ બંને સ્કીમને ટક્કર આપી રહ્યું છે.

1 / 7
પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ અને એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ બાદ હવે ફ્રેન્કલિન ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ ચર્ચામાં આવ્યું છે. આ ફંડની શરૂઆત 29 સપ્ટેમ્બર 1994ના રોજ થઈ હતી. લોન્ચ થયા પછી આ ફંડે લમ્પ સમ રોકાણ કરનારાઓને વાર્ષિક આશરે 18 ટકા અને એસઆઈપી (SIP) રોકાણ પર વાર્ષિક 19 ટકા રિટર્ન આપ્યું છે. લમ્પ સમ રોકાણ આશરે 32 વર્ષમાં 160 ગણાથી વધુ વધી ગયું છે, જ્યારે માત્ર 1,000 રૂપિયાની માસિક SIP ને આ ફંડે અંદાજે 1.7 કરોડ રૂપિયા બનાવી દીધી છે. ક્વોલિટી, રિસ્ક ફેક્ટર, રિટર્ન અને પોર્ટફોલિયોની વાત કરીએ તો, આ ફંડને વેલ્યુ રિસર્ચ પર 4 સ્ટાર રેટિંગ મળેલ છે.

2 / 7
29 સપ્ટેમ્બર, 1994ના રોજ લોન્ચ થયેલા આ ફંડે શરૂઆતથી અત્યાર સુધી 17.58 ટકાનો વાર્ષિક ચક્રવૃદ્ધિ વળતર દર (CAGR) આપ્યો છે, જેના કારણે લોન્ચિંગ સમયે કરવામાં આવેલ 1,00,000 રૂપિયાનું લમ્પ સમ રોકાણ આજે 1,62,71,060 રૂપિયાના ફંડમાં ફેરવાઈ ગયું છે. માત્ર લમ્પ સમ રોકાણ જ નહીં પરંતુ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા પણ આ સ્કીમે રોકાણકારોને માલામાલ કર્યા છે. ફંડની શરૂઆતથી કરવામાં આવેલ માત્ર 2,000 રૂપિયાની માસિક SIP આજે 19.22 ટકાના શાનદાર વાર્ષિક રિટર્ન સાથે 3,38,66,050 રૂપિયાની કુલ વેલ્યુ સુધી પહોંચી ગઈ છે.

3 / 7
ફંડના પોર્ટફોલિયો અને સંચાલનની વાત કરીએ તો, 31 માર્ચ 2026 સુધીમાં તેનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 19,598 કરોડ રૂપિયા રહ્યું છે, જેનો એક્સપેન્સ રેશિયો 1.69 ટકા નોંધાયો છે. નિફ્ટી 500ને બેન્ચમાર્ક માનતા આ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) 8 એપ્રિલ 2026ના રોજ 1,555.4560 રૂપિયા નોંધાઈ હતી. ફંડનું 95.63 ટકા રોકાણ ઈક્વિટીમાં છે, જ્યારે બાકીનો 4.37 ટકા હિસ્સો કેશ અને કેશ ઈક્વિવેલન્ટમાં રાખવામાં આવ્યો છે. જોખમના સ્કેલ પર નજર કરીએ તો, ફંડનો બીટા 0.90 છે, જે બજારની સરખામણીએ ઓછી વધ-ઘટ દર્શાવે છે, જ્યારે 1.17નો શાર્પ રેશિયો જોખમના પ્રમાણમાં વધુ સારું વળતર આપવાની ક્ષમતાની પુષ્ટિ કરે છે. ફંડનો પોર્ટફોલિયો ટર્નઓવર 24.67 ટકા અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 3.45 ટકા રહ્યું છે.

4 / 7
ફ્રેન્કલિન ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડના પોર્ટફોલિયો પર નજર કરીએ તો, તેની રોકાણ વ્યૂહરચના મુખ્યત્વે બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર પર કેન્દ્રિત જણાય છે. ફંડના ટોપ 10 સ્ટોક હોલ્ડિંગ્સમાં બેંકિંગ દિગ્ગજોનું વર્ચસ્વ છે, જેમાં એચડીએફસી બેંક 8.46% હિસ્સા સાથે ટોચ પર છે. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક 6.26%, એક્સિસ બેંક 5.63%, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 3.99% અને કોટક મહિન્દ્રા બેંક 3.15% સાથે આવે છે. અન્ય મુખ્ય રોકાણોમાં લાર્સન એન્ડ ટુબ્રો (4.65%), ભારતી એરટેલ (3.48%), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (3.20%), ઇન્ફોસિસ (3.00%) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (2.79%) જેવા મોટા નામો છે.

5 / 7
સેક્ટર હોલ્ડિંગ્સના કિસ્સામાં પણ આ ફંડ બેંકિંગ સેક્ટર પર સૌથી વધુ વિશ્વાસ દર્શાવી રહ્યું છે, જ્યાં તેનું કુલ 28.73% રોકાણ ફાળવવામાં આવ્યું છે. આઈટી સેક્ટર 6.28% સાથે બીજા અને કન્સ્ટ્રક્શન સેક્ટર 4.87% સાથે ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત ફંડે પાવર (4.55%), રિટેલ (4.34%), સિમેન્ટ (4.04%), ટેલિકોમ (3.64%) અને ઓટોમોબાઇલ્સ (3.60%) જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર હિસ્સો રાખ્યો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તેમજ એરોસ્પેસ એન્ડ ડિફેન્સમાં અનુક્રમે 3.34% અને 3.25% રોકાણ દર્શાવે છે કે, ફંડે તેના પોર્ટફોલિયોને અલગ-અલગ ક્ષેત્રોમાં સંતુલિત રીતે વહેંચ્યો છે.

6 / 7
'ફ્રેન્કલિન ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ' એ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ છે, જે અલગ-અલગ સાઈઝની કંપનીઓ એટલે કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરે છે. આ ફંડ બજારમાં ઉપલબ્ધ તકો અનુસાર પોતાના રોકાણમાં ફેરફાર કરે છે, જેથી વધુ સારું વળતર મળી શકે. સાથે જ, આ ફંડે છેલ્લા 20 વર્ષથી દર વર્ષે સતત ડિવિડન્ડ આપ્યું છે, જે તેની સ્થિરતા દર્શાવે છે. આ એવા રોકાણકારો માટે ઉત્તમ વિકલ્પ છે કે, જેઓ લાંબાગાળે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ ઈચ્છે છે અને સાથે થોડું વધુ જોખમ લઈ શકે છે. આ ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં 0% થી 100% સુધી રોકાણ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. ફંડનો ઉદ્દેશ્ય યોગ્ય સમય જોઈને અલગ-અલગ કેટેગરીમાં નાણાં રોકવાનો છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, મ્યુચ્યુઅલ ફંડમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: માર્કેટના ઉતાર-ચઢાવમાં પણ અડીખમ રહ્યા આ ‘હાઈ-રેટેડ ફંડ્સ’, 5 વર્ષમાં રોકાણકારોના નસીબ બદલી નાખ્યા

Follow Us
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું

1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video

પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક

છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન

સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'

અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video

ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?

g clip-path="url(#clip0_868_265)">