AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારું AC પણ થઈ રહ્યું છે ‘ઓવરહીટ’ ? બ્લાસ્ટના જોખમથી બચવા માટે આજે જ ફોલો કરો આ ‘ટિપ્સ’

ભીષણ ગરમીથી બચવા માટે આજે એર કન્ડિશનર (AC) આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. જો કે, ક્યારેક નાની એવી બેદરકારી કે સર્વિસમાં વિલંબ મોટી મુશ્કેલી નોતરી શકે છે. તાજેતરમાં વધતી જતી AC બ્લાસ્ટ અને આગની ઘટનાઓએ સૌને ચિંતામાં મૂક્યા છે.

શું તમારું AC પણ થઈ રહ્યું છે 'ઓવરહીટ' ? બ્લાસ્ટના જોખમથી બચવા માટે આજે જ ફોલો કરો આ 'ટિપ્સ'
| Updated on: Apr 22, 2026 | 8:27 PM
Share

આ વર્ષની ભીષણ ગરમીમાં એર કન્ડિશનર (AC) દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે પરંતુ તેની સાથે એક મોટું જોખમ પણ જોડાઈ રહ્યું છે. તાજેતરના કિસ્સાઓએ સાબિત કર્યું છે કે, AC બ્લાસ્ટ ભલે ઓછા થતા હોય પરંતુ જ્યારે થાય છે, ત્યારે તે અત્યંત ખતરનાક સાબિત થાય છે. હવે એર કન્ડિશનર કેમ ફાટે છે અને તેનાથી કેવી રીતે બચવું?

એર કન્ડિશનર કેમ ફાટે છે?

AC બ્લાસ્ટનું સૌથી મોટું કારણ કોમ્પ્રેસરની અંદર દબાણ (પ્રેશર) વધી જવું છે. એવામાં જ્યારે સિસ્ટમમાં ખામી, ઓવરહીટિંગ અથવા એરફ્લો બ્લોક થઈ જાય છે, ત્યારે અંદર દબાણ ઘણું વધી જાય છે અને અંતે વિસ્ફોટ થઈ શકે છે. આ સિવાય જો રેફ્રિજરન્ટ ગેસ લીક ​​થાય અને તે કોઈ તણખા (સ્પાર્ક) ના સંપર્કમાં આવે, તો આગ લાગી શકે છે અથવા બ્લાસ્ટ થઈ શકે છે.

રેફ્રિજરન્ટ ગેસ પણ બની શકે છે ‘જોખમ’

આજકાલ ઘણા ACમાં વપરાતા ગેસ જેમ કે R290 (પ્રોપેન) અને R32 ખૂબ જ જ્વલનશીલ હોય છે. જો આ ગેસ લીક ​​થઈને રૂમમાં ફેલાઈ જાય અને કોઈ સ્પાર્કના સંપર્કમાં આવે, તો વિસ્ફોટ કે આગ લાગી શકે છે.

ખોટું ઇન્સ્ટોલેશન અને નબળા મેન્ટેનન્સની ભૂમિકા

ખોટું ઇન્સ્ટોલેશન અથવા સમયસર સર્વિસ ન કરાવવી એ પણ મોટું કારણ છે. જો AC ની અંદર હવા અથવા ભેજ જાય, તો તે સિસ્ટમને અંદરથી નબળી પાડે છે. ગંદા ફિલ્ટર, ગેસનું ખોટું લેવલ અથવા ઇલેક્ટ્રિકલ ખામી ધીમે ધીમે કોમ્પ્રેસર પર દબાણ વધારે છે, જે બ્લાસ્ટનું જોખમ વધારે છે.

AC બ્લાસ્ટથી કેવી રીતે બચવું?

કેટલીક સરળ સાવચેતીઓ રાખીને આ જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે:

  1. ACની સર્વિસ દર 6 મહિને ચોક્કસ કરાવો.
  2. રિપેરિંગ દરમિયાન ક્યારેય AC ચાલુ ન કરો.
  3. ગેસ લીકેજ અને વાયરિંગની તપાસ કરાવતા રહો.
  4. ફિલ્ટર અને કોઇલ સાફ રાખો.
  5. હંમેશા તાલીમ લીધેલા ટેકનિશિયન પાસે જ કામ કરાવો.

આ ઉપરાંત, મોટાભાગની દુર્ઘટનાઓ ખોટી સર્વિસિંગ અને બેદરકારીને કારણે પણ થાય છે. જો યોગ્ય રીતે વેક્યુમિંગ કરવામાં ન આવે, તો ભેજ એસિડ બનાવે છે જે ધાતુને નબળી પાડે છે અને અંતે વિસ્ફોટ થઈ શકે છે.

Breaking News: લેવાઇ ગયો ‘મોટો નિર્ણય’ ! ઓનલાઇન ગેમિંગ પર સરકારની લગામ, 1 મેથી અમલી બનશે ‘નવા નિયમો’

Follow Us
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
g clip-path="url(#clip0_868_265)">