ગજબ કહેવાય, વડોદરામાં ગલુડીયાની ચોરી ! કોથળામાં ભરીને મહિલાઓ કારમાં ભાગી, વીડિયો વાયરલ
બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદ અમદાવાદ સ્થિત એક એનિમલ વેલફેર એનજીઓ ચલાવતા અને ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત એક લેક્ચરરે નોંધાવી છે.
વડોદરા શહેરમાં પશુઓ સાથે ક્રૂરતા દાખવતો એક ચોંકાવનારો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં ત્રણ ગલુડિયાઓને મોટા કોથળામાં ભરીને કારમાં લઈ જતી કેટલીક મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પરખૂબ જ વાયરલ થયો છે, જેના પગલે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદ અમદાવાદ સ્થિત એક એનિમલ વેલફેર એનજીઓ ચલાવતા અને ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત એક લેક્ચરરે નોંધાવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મહિલા ગલુડિયાઓને કોથળામાં મૂકી કારમાં લઈ જઈ રહ્યા છે, જે પ્રાણી ક્રૂરતાનો ગંભીર કેસ ગણાઈ શકે છે.
પોલીસે જણાવ્યું છે કે, વાયરલ થયેલા વીડિયાના આધારે, ગુલડીયાની ચોરીની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. કોથળામાં ગલુડિયાઓને લઈ જતી મહિલાઓ કોણ છે તેની ઓળખ મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ કારના ડ્રાઈવર અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
સ્થાનિક પ્રાણી પ્રેમી સંગઠનો દ્વારા, ગલુડીયાઓ પ્રત્યે ક્રુરતા આચરનાર મહિલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પોલીસે, પશુ પ્રેમીઓને વિશ્વાસ આપ્યો છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતની ધરતી પર જાપાનીઝ ચમત્કાર ! બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ રહ્યો છે ‘લોખંડી’ માર્ગ, જાણો શું છે આ J-સ્લેબની ખાસિયત
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
