AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Jio Financial અને Allianz વચ્ચે 50:50ની ભાગીદારી, સામાન્ય અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં આવશે ક્રાંતિ

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ (JFSL) અને વિશ્વની દિગ્ગજ વીમા કંપની આલિયાન્ઝ (Allianz) વચ્ચે ભારતમાં જનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ માટે 50:50 ના જોઈન્ટ વેન્ચરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Breaking News: Jio Financial અને Allianz વચ્ચે 50:50ની ભાગીદારી, સામાન્ય અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં આવશે ક્રાંતિ
Image Credit source: JIo
| Updated on: Apr 22, 2026 | 7:56 PM
Share

ભારતીય વીમા ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને આલિયાન્ઝ ગ્રુપે ભારતમાં જનરલ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સેવાઓ પૂરી પાડવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બંને કંપનીઓ વચ્ચે 50:50 ટકાની ભાગીદારી રહેશે. જુલાઈ 2025માં કરવામાં આવેલી પ્રાથમિક ચર્ચા બાદ આજે સત્તાવાર રીતે અમલમાં આવી છે.

મુકેશ અંબાણીનું વિઝન: ‘વિકસિત ભારત’

આ ડીલ પર ખુશી વ્યક્ત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા સ્થાપક ધીરુભાઈ અંબાણી માનતા હતા કે શ્રેષ્ઠ સુવિધાઓ દરેક ભારતીયને મળવી જોઈએ, માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકોને જ નહીં. ‘2047 સુધીમાં દરેક માટે વીમો’ એ એક રાષ્ટ્રીય મિશન છે અને જિયો ફાઇનાન્શિયલ આ મિશનને પૂરું કરવા માટે કટિબદ્ધ છે. આલિયાન્ઝના ગ્લોબલ અનુભવ અને જિયોના ડિજિટલ નેટવર્કથી અમે ભારતના ખૂણે ખૂણે સસ્તો અને સમજવામાં સરળ વીમો પહોંચાડીશું.”

ગ્રાહકોને શું ફાયદો થશે?

  • ડિજિટલ એક્સેસ: જિયો ફાઇનાન્સ એપ દ્વારા વીમો ખરીદવો અને ક્લેમ કરવો અત્યંત સરળ બનશે.
  • નવીન પ્રોડક્ટ્સ: ભારતીય ગ્રાહકોની જરૂરિયાત મુજબના હેલ્થ અને જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ મળશે.
  • વિશ્વસનીયતા: આલિયાન્ઝના ૧૩૬ વર્ષના અનુભવ અને જિયોના વિશ્વાસનો સીધો લાભ ગ્રાહકોને મળશે.

લાઇફ ઇન્શ્યોરન્સ માટે પણ તૈયારી

આ જોઈન્ટ વેન્ચર અત્યારે જનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ બંને કંપનીઓ ભારતમાં લાઈફ ઇન્શ્યોરન્સ (જીવન વીમા) વ્યવસાય શરૂ કરવા માટે પણ અલગથી ચર્ચાઓ કરી રહી છે. જરૂરી કાનૂની મંજૂરીઓ મળ્યા બાદ આ જોઈન્ટ વેન્ચર તેની કામગીરી શરૂ કરશે.

આલિયાન્ઝ ગ્રુપના સીઈઓ ઓલિવર બેટે જણાવ્યું કે, “જિયો જેવી મજબૂત કંપની સાથે જોડાઈને અમે ભારતમાં વીમાનું એક નવું મોડલ તૈયાર કરીશું, જે સંપૂર્ણપણે ગ્રાહકોની જરૂરિયાતો પર આધારિત હશે.”

ભારતમાં વધતો મધ્યમ વર્ગ અને યુવા વસ્તીને ધ્યાનમાં રાખીને આ ભાગીદારી આગામી સમયમાં વીમા માર્કેટના સમીકરણો બદલી શકે છે.

શું તમારા લેપટોપના બટન ચીકણા થઈ ગયા છે ? ગંદકી દૂર કરી કી બોર્ડને નવા જેવું ચમકાવવા માટે અપનાવો આ ‘મેજિક ફોર્મ્યુલા’

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">