AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જો કેપ્ટન ના હોત, તો ટીમમાંથી બહાર થઈ ગયા હોત આ 6 સ્ટાર ખેલાડીઓ

IPLની 19 સિઝનમાં હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ 3 માં સામેલ પંજાબ, RCB અને હૈદરાબાદ ટીમના મજબૂત પ્રદર્શનનું મુખ્ય કારણ તેમના કેપ્ટનોનું મજબૂત પ્રદર્શન છે. તો બીજી તરફ ચારથી દસમાં ક્રમની ટીમોના કેપ્ટનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેની અસર ટીમના પ્રદર્શન પર પણ પડી છે. જો આ છ સ્ટાર ખેલાડીઓ કેપ્ટન ના હોત તો કદાચ તેમની ટીમમાંથી છુટ્ટી થઈ ગઈ હોત. જાણો કોણ છે આ કેપ્ટનો.

| Updated on: Apr 22, 2026 | 5:38 PM
Share
કેપ્ટનની જવાબદારી છે કે તે પોતાના પ્રદર્શનથી ટીમને પ્રેરણા આપે. જોકે, IPL 2026 માં, ઘણા ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે. આ છ કેપ્ટનોનું નબળું ફોર્મ તેમની ટીમના પ્રદર્શન પર સીધી અસર કરી રહ્યું છે. જો તેઓ જલદી ફોર્મમાં પાછા નહીં ફર્યા, તો આગામી મેચોમાં તેમની છુટ્ટી થઇ શકે છે, જો તેઓ કેપ્ટન ના હોત, તો કદાચ પહેલા જ બહાર થઈ ગયા હોત.

1 / 7
લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રિષભ પંત, જે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે, તેણે પણ પોતાની બેટિંગથી નિરાશ કર્યા છે. રિષભ છ મેચોમાં છ ઇનિંગમાં ફક્ત 147 રન બનાવવામાં સફળ રહ્યો છે, જેમાં SRH સામે અણનમ 68 રનનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, પંત બાકીની પાંચ ઇનિંગમાં નિષ્ફળ રહ્યો છે. LSG છ મેચમાંથી બે જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે.

2 / 7
IPL 2026 ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માટે નિરાશાજનક સિઝન સાબિત થઈ છે. ગાયકવાડ છ ઇનિંગ્સમાં 13.66 ની સરેરાશથી માત્ર 82 રન જ બનાવી શક્યો છે. તેની સતત નિષ્ફળતાઓએ ટીમની ખરાબ શરૂઆતમાં મોટી ભૂમિકા ભજવી છે. CSK હાલમાં છ મેચમાંથી બે જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે.

3 / 7
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું બેટિંગ અને બોલિંગ બંનેમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. હાર્દિકે પાંચ ઇનિંગ્સમાં 24 ની સરેરાશથી માત્ર 96 રન બનાવ્યા છે. પંડ્યા બોલ સાથે પણ કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી, તેણે પાંચ ઇનિંગ્સમાં ફક્ત ત્રણ વિકેટ લીધી છે. હાર્દિકના ખરાબ ફોર્મની તેની ટીમના પ્રદર્શન પર અસર પડી છે. MI છ મેચમાંથી બે જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

4 / 7
રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, પરંતુ તેમના કેપ્ટન રિયાન પરાગે આમાં કોઈ ખાસ યોગદાન આપ્યું નથી. પરાગે છ મેચોમાં છ ઇનિંગમાં ફક્ત 61 રન બનાવ્યા છે. તેણે બોલિંગમાં પણ ત્રણ ઇનિંગમાં ફક્ત બે વિકેટ લીધી છે. પરાગે ફોર્મમાં પાછા ફરવું પડશે, નહીં તો RR માટે આગળનો રસ્તો મુશ્કેલ બની શકે છે.

5 / 7
દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે. સિઝનની શરૂઆતમાં સતત બે મેચ જીત્યા બાદ, ટીમ આગામી ચારમાંથી ત્રણ મેચ હારી ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. કેપ્ટન અક્ષર પટેલ ટીમ માટે નિરાશાજનક ખેલાડી સાબિત થયો છે. પટેલે આ સિઝનમાં છ મેચમાંથી પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા છે, જ્યારે છ ઇનિંગ્સમાં છ વિકેટ લીધી છે.

6 / 7
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેની પણ સિઝન નિરાશાજનક રહી છે. સતત બે વખત શૂન્ય આઉટ થનાર રહાણે ઇનિંગની શરૂઆત કરવા આવે છે, પરંતુ તેના વહેલા આઉટ થવાથી ટીમની મુશ્કેલીઓમાં વધારો થાય છે. નબળા કેપ્ટનશિપના નિર્ણયો માટે પણ ટીકાનો સામનો કરી રહેલા રહાણેએ સાત મેચમાં સાત ઇનિંગમાં માત્ર 152 રન બનાવ્યા છે. (PC:PTI/X)

7 / 7

Breaking News : શું લખનૌ સુપર જાયન્ટ્સ રાજસ્થાન રોયલ્સને રોકી શકશે ? જાણો LSG vs RR હેડ ટુ હેડ રેકોર્ડ

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?

સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે

ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

g clip-path="url(#clip0_868_265)">