આ તક બંને હાથથી ઝડપી લેજો…! ‘સરકારી બેંક’નો શેર તમને જબરદસ્ત નફો આપી શકે છે, એક્સપર્ટે આપ્યું ‘Buy’ રેટિંગ
શેરમાર્કેટમાં આજના દિવસે એટલે કે 21 એપ્રિલને મંગળવારના રોજ સેન્સેક્સ 700 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 24,500 ના લેવલને વટાવી ચૂક્યું છે. જો કે, આ બધા વચ્ચે એક સરકારી બેંકે રોકાણકારનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ વાત એ છે કે, નિષ્ણાતો પણ આ શેરને ખરીદવાની સલાહ આપી રહ્યા છે.

આ સરકારી બેંકે નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક પરિણામોની જાહેરાત સાથે જ બજારમાં હલચલ મચાવી દીધી છે. બેંકના મજબૂત ફંડામેન્ટલ્સ અને સતત સુધરતી એસેટ ક્વોલિટીને જોતા દિગ્ગજ બ્રોકરેજ હાઉસ HDFC Securities એ શેર પર પોતાનું 'બાય' (Buy) રેટિંગ જાળવી રાખ્યું છે અને પ્રતિ શેર 90 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. ટૂંકમાં આ સરકારી બેંકનો શેર વર્તમાન સ્તરેથી આશરે 12-15% જેટલો ઊછળી શકે છે.

બેંક તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2026 માં બેંકનું નેટ પ્રોફિટ (Net Profit) વાર્ષિક ધોરણે 27.17% વધીને 7,019 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 5,520 કરોડ રૂપિયા હતો. બેંકની આવકના મુખ્ય સ્ત્રોત એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) માં પણ 17.13% નો વધારો નોંધાયો છે, જે હવે 13,664 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વધુમાં, HDFC Securities ના સકારાત્મક રિપોર્ટ પાછળનું સૌથી મોટું કારણ બેંકની એસેટ ક્વોલિટીમાં આવેલો સુધારો છે. બેંકનો નેટ એનપીએ (Net NPA) ઘટીને 0.13% ના અત્યંત નીચલા સ્તરે આવી ગયો છે, જે બેંકિંગ ઇંડસ્ટ્રીમાં સૌથી ઓછા દરોમાંનો એક છે. આ સિવાય ગ્રોસ એનપીએ (Gross NPA) પણ સુધરીને 1.45% પર આવી ગયો છે.

HDFC Securities ના જણાવ્યા અનુસાર, આ બેંકનો કોસ્ટ-ટુ-ઈનકમ રેશિયો ઘણો મજબૂત છે. બ્રોકરેજનું માનવું છે કે, બેંકના એડવાન્સિસ (Advances) માં 22% નો વધારો જોવા મળ્યો છે. આમાં રિટેલ, કૃષિ અને MSME (RAM) સેગમેન્ટનો હિસ્સો સૌથી વધુ છે. બેંકનો કાસા (CASA) રેશિયો પણ મજબૂત છે, જેના કારણે બેંકને ઓછા ખર્ચે ફંડ મળી રહ્યું છે. પરિણામો અને બ્રોકરેજ રિપોર્ટ બાદ આજના ટ્રેડિંગ સેશનમાં આ સરકારી બેંકના શેરમાં 6% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોમાં આ 'મલ્ટીબેગર' PSU બેંકને લઈને ભારે ઉત્સાહ છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, જો બેંક તેનો વર્તમાન વિકાસ દર જાળવી રાખશે, તો તે લાંબાગાળાના પોર્ટફોલિયો માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

વિશ્લેષણ મુજબ શેરબજારના નિષ્ણાતોએ આ સરકારી બેંકના શેર પર દાવ લગાવવા માટેની વાત કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ સ્ટોકનું નિરીક્ષણ કરનારા ચારેય એનાલિસ્ટ્સે આ શેરને 'Strong Buy' એટલે કે મજબૂત ખરીદીનું રેટિંગ આપ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટેકનિકલ અને ફંડામેન્ટલ રીતે આ સ્ટોક ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ભાવના અનુમાનની વાત કરીએ તો, આગામી એક વર્ષ માટે એનાલિસ્ટ્સે સરેરાશ 85.50 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે વધુમાં વધુ આ શેર 90.00 રૂપિયા સુધી જઈ શકે તેવી શક્યતા દર્શાવી છે.

બેંક ઓફ મહારાષ્ટ્રનો શેર આજે BSE પર તેજી સાથે આશરે 80.18 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. એક વર્ષ દરમિયાન શેરનો લઘુત્તમ સ્તર 47.14 રૂપિયા અને મહત્તમ સ્તર 81.15 રૂપિયા રહ્યો છે. આ ભાવે કંપનીનું માર્કેટ કેપ 58,194 કરોડ રૂપિયા છે. બેંકના શેરે એક વર્ષમાં 57.89%, 3 વર્ષમાં 189.10% અને 5 વર્ષમાં 253.41% નું શાનદાર રિટર્ન આપ્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્ર સતત સારું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીએ 20 જાન્યુઆરી 2026 ના રોજ પ્રતિ શેર 1 રૂપિયો ડિવિડન્ડ આપ્યું હતું. તે પહેલા 9 મે 2025 ના રોજ 1.50 રૂપિયા અને 10 મે 2024 ના રોજ 1.40 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું હતું.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: માર્કેટના ઉતાર-ચઢાવમાં પણ અડીખમ રહ્યા આ ‘હાઈ-રેટેડ ફંડ્સ’, 5 વર્ષમાં રોકાણકારોના નસીબ બદલી નાખ્યા
