Women’s health : સ્ત્રીઓના ચહેરા અને શરીર પર વધુ વાળ આવવાના કારણો શું હોઇ શકે છે? જાણો તેના લક્ષણો
સ્ત્રીઓ માટે તેમની દાઢી પર વાળ હોવા સામાન્ય નથી. આ હોર્મોનલ અસંતુલનનું લક્ષણ હોઈ શકે છે. આ માટે કેટલાક બ્લડ ટેસ્ટ કરવવા જરુરી છે. તો ચાલો જાણીએ કે,મહિલાઓને અણગમતા વાળ ક્યાં કારણોથી આવે છે.

તમે તમારી આસપાસ કેટલીક એવી મહિલાઓને જરુર જોઈ હશે. જેમને ચીન પર અણગમતા વાળ હશે. મહિલાઓને ચેહરા પર વાળ હોય છે તે નોર્મલ છે પરંતુ મોટી માત્રામાં વાળએ નોર્મલ નથી.

પરંતુ જો ચહેરા કે દાઢી પર વાળનો વિકાસ વધુ થાય છે, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. જો તમે વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સ અજમાવવાના શોખીન છો, તો આડઅસરોને કારણે, તમારા ચહેરા કે દાઢી પર વાળ ઉગી શકે છે. ક્યારેક ત્વચાની સારવાર તમને અનુકૂળ ન આવે તો પણ દાઢી પર વાળ ઉગી શકે છે. પરંતુ આ સમસ્યાનું સૌથી મોટું કારણ હોર્મોનલ અસંતુલન છે.

જો તમારા શરીરમાં હોર્મોનલ અસંતુલન હોય, તો ચહેરા અને દાઢી પર વાળ ઉગી શકે છે. તે જાણવા માટે,કેટલાક બ્લડ ટેસ્ટ કરાવવા જરુરી છે. જેથી તેનું કારણ શોધી શકાય અને તેના પર કામ કરી શકાય.

જો સ્ત્રીઓની દાઢી પર વાળ હોય તો ગભરાવવાની જરુર નથી. કેટલાક ટેસ્ટ છે તે જરુર કરાવો. ટેસ્ટોસ્ટેરોન પુરુષમાં જોવા મળતું સેક્સ હોર્મોન છે. મહિલાઓમાં અમુક ટકા ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ હોય છે. જો મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ વધી જાય છે.તેથી આનાથી દાઢી અને ચહેરાના વાળ, ખીલ અને અનિયમિત પીરિયડ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ PCOS અને PCOD જેવી સ્થિતિઓને કારણે હોઈ શકે છે. જો તમને દાઢીના વાળ સાથે ખીલ અને અનિયમિત પીરિયડ્સ પણ હોય, તો તમારે ચોક્કસપણે આ બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ.

લ્યૂટિનિઝિંગ હોર્મોન મહિલાઓમાં ઓવ્યુલેશન માટે જરુરી હોય છે. પરંતુ આની વધુ માત્રાથી પણ મહિલાઓને દાઢી પર વાળ આવી શકે છે. PCOS અને PCOD થી પીડિત સ્ત્રીઓમાં લ્યુટીનાઇઝિંગ હોર્મોન સામાન્ય કરતાં વધુ હોય છે. આના કારણે, પીરિયડ્સમાં ખલેલ પહોંચે છે અને ચહેરા અને દાઢી પર વાળ ઉગી શકે છે.

આ હોર્મોન એડ્રિનલ ગ્લેડમાં થાય છે. જો મહિલાઓમાં આ હોર્મોન એન્બેલેન્સ થઈ જાય છે. તો ચહેરા અને દાઢી પર વાળનો ગ્રોથ વધારે થઈ શકે છે. તેની વધુ પડતો ગ્રોથ હોર્મોનલ અસંતુલન અને PCOSનું કારણ બની શકે છે.

પ્રોલૈટિન હોર્મોન પિટ્યુટરી ગ્લૈડમાં બનનાર હોર્મોન છે, આ હોર્મોન મહિલાઓમાં પીરિયડ્સ સાઈકલને મેનેજ કરવામાં મદદ કરે છે. જો મહિલાઓમાં પ્રોલૈટિન એન્બેલેન્સ થઈ જાય છે. તો આનાથી પીરિયડ્સ અને ચહેરા અને દાઢીના વાળ જેવી સમસ્યાઓ શરુ થઈ જાય છે.જો તમારી દાઢી અથવા ચહેરા પર વાળ હોય, તો તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
