રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો, સિસ્ટમ ઠપ્પ થતા અરજદારો રોષે ભરાયા- Video
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે હોબાળાના દૃશ્યો જોવા મળ્યા. એકતરફ અરજદારો કલાકોથી લાઈનમાં ઉભેલા હતા, બીજી તરફ સિસ્ટમ ઠપ્પ થતા અરજદારો રોષે ભરાયા હતા.
રાજકોટ સિવિક સેન્ટરમાં હોબાળાના અરજદારોએ હોબાળો કર્યો. જન્મ મરણના દાખલા માટે આવેલા અરજદારો કલાકોથી લાઈનમાં ઉભા હતા અને સિસ્ટમ ઠપ્પ થઈ જતા અરજદારો અકળાયા હતા. રોષે ભરાયેલા અરજદારોએ હોબાળો કર્તા મેયર નેહલ શુક્લ સિવિક સેન્ટર પહોંચ્યા હતા અને તાત્કાલિક 3 નવા સ્ટાફન ફાળવણી કરી હતી. આ સાથે તેમણે લોગીન ID વધારવા રાજ્ય અને કેન્દ્રીય મંત્રીને પત્ર પણ લખ્યો છે. સિવિક સેન્ટરે આવેલા તમામ અરજદારોના મોબાઈલ નંબર લેવાયા હતા. જેથી દાખલા તૈયાર થતા જ ફોન કરીને કચેરીએ બોલાવવામાં આવશે તેવુ આશ્વાસન પણ આપ્યુ હતુ.
અરજદારો ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાય છે પરંતુ દાખલો મળતો નથી. હાલ સ્કૂલોમાં એડમિશન માટે પણ દાખલાની જરૂર રહેતી હોય છે. મેસેજ આવી ગયા છતા દાખલા લેવા આવેલા અરજદારોને સિસ્ટમ ઠપ્પ થઈ જતા દાખલા માટે ધક્કા ખાવા પડે છે. મેયરે પણ સ્વીકાર્યુ કે સર્વર ડાઉન હોવાના લીધે સંપૂર્ણ કામગીરી ઠપ્પ છે અને લોકોને હાલાકી પડી રહી છે. આ અંગે મલ્ટીપલ લોગીન અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.
Input Credit- Mohit Bhatt- Rajkot
સુરતના નાસિર નગર ડિમોલિશનન વિવાદમાં આવ્યો ટ્વીસ્ટ, જમીનના મૂળ માલિક વૃદ્ધાનો ચોંકાવનારો Video આવ્યો સામે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
