AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buy, Sell કે Hold… આ સરકારી શેરમાં અત્યારે શું કરવું ? જાણી લો માર્કેટ એક્સપર્ટ્સનો ‘અસલી પ્લાન’

સરકારી ક્ષેત્રની અગ્રણી કંપનીના શેરને લઈને અત્યારે શેરબજારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. મોટાભાગની બ્રોકરેજ ફર્મ્સ આ મેટલ સ્ટોક પર સાવચેતીભર્યું વલણ ધરાવે છે, ત્યારે એક જાણીતી ગ્લોબલ બ્રોકરેજ ફર્મે આ શેરમાં જોરદાર ઉછાળાની શક્યતા વ્યક્ત કરી છે.

| Updated on: Jun 10, 2026 | 6:26 PM
Share
સરકારી સેક્ટરની કંપનીના શેરને લઈને મોટાભાગની બ્રોકરેજ ફર્મ્સ સાવચેતીભર્યું અથવા નકારાત્મક વલણ ધરાવે છે પરંતુ ગ્લોબલ બ્રોકરેજ HSBC એ આ મેટલ સ્ટોકમાં 28% સુધીના ઉછાળાની શક્યતા વ્યક્ત કરી છે. વર્તમાન સમયમાં કંપનીને કવર કરતા 13 એનાલિટ્સમાંથી માત્ર બે એનાલિસ્ટે 'Buy' રેટિંગ આપ્યું છે, જ્યારે 6 એનાલિસ્ટે 'Sell' અને 5 એનાલિસ્ટે 'Hold' કરવાની સલાહ આપી છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાંથી 4 સેશનમાં ઘટાડો નોંધાવનાર સરકારી સેક્ટરની કંપનીના શેરમાં આ દરમિયાન આશરે 15% નું કરેક્શન આવ્યું છે.

1 / 5
બુધવારે 09 જૂનના રોજ શેર 1.6% ની નબળાઈ સાથે 377.6 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જો કે, વર્ષ 2026 માં અત્યાર સુધીમાં આ શેર આશરે 20% નું રિટર્ન આપી ચૂક્યો છે. HSBC એ સરકારી સેક્ટરની આ કંપનીના શેર પર 'Buy' રેટિંગ યથાવત રાખતા 490 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. આ ટાર્ગેટ વર્તમાન સ્તરથી આશરે 28% ના સંભવિત વધારાનો સંકેત દર્શાવે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ગિની દેશ (Guinea) તરફથી બોક્સાઈટની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધો કંપની માટે મોટું પોઝિટિવ પરિબળ સાબિત થઈ શકે છે.

2 / 5
ગિની વિશ્વના અગ્રણી બોક્સાઈટ ઉત્પાદકોમાંનું એક છે અને ત્યાંથી સપ્લાય પ્રભાવિત થવાને કારણે ગ્લોબલ માર્કેટમાં બોક્સાઈટ તેમજ એલ્યુમિનાના ભાવમાં તેજી આવી છે. HSBC નું માનવું છે કે, નાલ્કો બોક્સાઈટ અને એલ્યુમિના સેક્ટરની અગ્રણી કંપનીઓમાંની એક છે. આથી આ કોમોડિટીઝના વધતા ભાવોની સીધી અસર કંપનીની કમાણી અને પ્રોફિટેબિલિટી (નફાકારકતા) પર પડી શકે છે.

3 / 5
બ્રોકરેજ રિપોર્ટ મુજબ, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમના ભાવમાં પણ આશરે 17% ની ગ્રોથ (વધારો) થઈ છે. આનું મુખ્ય કારણ સ્થાનિક પ્રીમિયમનું ઊંચા સ્તરે રીસેટ થવું છે. આ સંકેત આપે છે કે, માંગ મજબૂત બનેલી છે અને કંપની સાનુકૂળ બજાર પરિસ્થિતિઓનો લાભ ઉઠાવીને પોતાની પ્રાઇસિંગ પાવર (ભાવ નક્કી કરવાની ક્ષમતા) વધારવામાં સફળ રહી છે.

4 / 5
HSBC એ નાલ્કોને એલ્યુમિનિયમ અને એલ્યુમિના થીમ પર રોકાણ માટે એક 'ક્લીન પ્રોક્સી' ગણાવી છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કંપનીનું વેલ્યુએશન 5.1 ગણા એન્ટરપ્રાઇઝ વેલ્યુ-ટુ-EBITDA (EV/EBITDA) પર આકર્ષક દેખાય છે, જે રોકાણકારો માટે તક ઊભી કરી શકે છે. જો કે, બજારમાં મોટાભાગના એનાલિટ્સ હજુ પણ સાવચેત છે પરંતુ ગ્લોબલ સપ્લાયની અડચણ અને મેટલના ભાવમાં મજબૂતી વચ્ચે HSBC નું માનવું છે કે, Nalco આગામી સમયમાં મેટલ સેક્ટરના મુખ્ય લાભાર્થીઓમાં જોડાઈ શકે છે. જણાવી દઈએ કે, આ શેર હાલમાં એટલે કે 10 જૂનને બુધવારના રોજ 376.15 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Nifty Options BTST: 11 જૂનના રોજ નિફ્ટી કઈ દિશામાં જશે? ખરીદતા પહેલાં જાણી લો માર્કેટનો આખો ‘ગેમ પ્લાન’

Follow Us
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video

સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'

ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા

સુરતના આ વિસ્તારમાં પાણીની લાઈન ફાટી અને થઈ જોવા જેવી

g clip-path="url(#clip0_868_265)">