AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વુમન્સ પ્રીમિયર લીગમાં આ ખેલાડીને લાગી લોટરી, એક ઝાટકે ફ્રેન્ચાઈઝીએ 11 ગણી કિંમતમાં ખરીદી

35 વર્ષીય મહિલા બોલર આશા શોબાનાનો જન્મ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો.તેના પિતા રિક્ષા ચલાવતા હતા.તેમના મૃત્યુ પછી પરિવારની જવાબદારી શોબાના પર આવી ગઈ. તેણીએ નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ.શોભનાનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો રંગ લાવ્યો અને તેને 14 વર્ષની નાની ઉંમરે સિનિયર સ્તરે કેરળ ટીમ માટે રમવાની તક મળી હતી.

| Updated on: Jun 11, 2026 | 7:10 AM
Share
 IPLમાં હવે મહિલા ક્રિકેટમાં ખેલાડીઓ માટે લોટરી લાગી રહી છે.વુમન્સ પ્રીમિયર લીગે ખેલાડીને કરોડોની માલિકન બનાવી છે. આવી જ એક લકી ડ્રોમાં કેરળની મહિલા ક્રિકેટર આશા સોભનાનું નસીબ ચમક્યું છે. અત્યાર સુધી આ ખેલાડીને આ લીગમાં ફક્ત 10 લાખ રૂપિયા મળતા હતા. પરંતુ આ વખતે તેને ઉત્તર પ્રદેશ વોરિયર્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદી છે, જે તેની અગાઉની કિંમત કરતાં 11 ગણી વધારે છે.

1 / 12
આશા શોભનાનો જન્મ 16 માર્ચ 1991ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં કેરળ મહિલા ક્રિકેટ ટીમ અને મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ માટે રમે છે. તે એક ઓલરાઉન્ડર છે, જે જમણા હાથની બેટ્સમેન અને લેગ બ્રેક બોલર છે.

2 / 12
આશા શોભનાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલી શોભનાએ કોટન હિલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે ક્રિકેટમાં રસ પડ્યો. શોભનાની ક્રિકેટ સફર 12 વર્ષની ઉંમરે તેના પ્રથમ જિલ્લા ક્રિકેટ ટ્રાયલ માટે ગઈ અને જિલ્લા ક્રિકેટ ટીમમાં પસંદગી પામી ત્યારે શરૂ થઈ હતી.

4 / 12
તેની કારકિર્દીની શરૂઆત કેરળની ભૂતપૂર્વ કેપ્ટન શબીના જેકબ દ્વારા તેણીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. શરૂઆતમાં તે એક પેસ બોલર હતી, એક સમયે તે લેગ સ્પિન બોલિંગ કરતી હતી અને પછી તેના કોચ દ્વારા તેને લેગ સ્પિનર ​​બનવાની સલાહ આપવામાં આવી હતી.

5 / 12
જ્યારે તેણી 15 વર્ષની હતી.ત્યારે કેરળ ક્રિકેટ એસોસિએશને તેણીને MAC સ્પિન ફાઉન્ડેશનમાં તાલીમ માટે મોકલી.શોભનાએ 28 નવેમ્બર 2006 ના રોજ 2006-07 સિનિયર મહિલા વન ડે લીગમાં કર્ણાટક સામે કેરળ માટે લિસ્ટ A માં પ્રવેશ કર્યો હતો.

6 / 12
10 સપ્ટેમ્બર 2007 ના રોજ 2007-08 આંતર રાજ્ય મહિલા સ્પર્ધામાં હૈદરાબાદ સામે કેરળ માટે તેણીની પ્રથમ-વર્ગની શરૂઆત કરી હતી. તે 3 ડિસેમ્બર 2009ના રોજ કેરળ માટે 2008-09 મહિલા સિનિયર ટી20 ટ્રોફીમાં તમિલનાડુ સામે ટ્વેન્ટી20 ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

7 / 12
તે 2011માં રેલ્વે ક્રિકેટ ટીમમાં જોડાઈ હતી અને 10 વર્ષ સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.2022માં તે રેલ્વે ટીમ છોડીને પુરુષોની ટી20 ટુર્નામેન્ટ માટે કોમેન્ટ્રી કરવા માટે પુડુચેરી ગઈ હતી.

8 / 12
 આખરે, તેને 2021-22 મહિલા સિનિયર ટી20 ટ્રોફી માટે પુડુચેરી ટીમના કેપ્ટન તરીકે નામ આપવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2024માં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 2023 મહિલા પ્રીમિયર લીગમાં રમવા માટે  10 લાખમાં ટીમમાં સામેલ કરવામાં આવી હતી.

9 / 12
તે 2023 -24  મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં પુડુચેરી માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી,જેણે સાત મેચમાં 16  વિકેટ ઝડપી હતી. તે ટુર્નામેન્ટમાં 200 થી વધુ રન બનાવનાર અને 10 થી વધુ વિકેટ લેનાર તે એકમાત્ર ખેલાડી હતી.

10 / 12
24 ફેબ્રુઆરી 2024 ના રોજ તેમણે 26 રન આપીને પાંચ વિકેટ લીધી હતી, જેના કારણે RCB 2024 મહિલા પ્રીમિયર લીગ દરમિયાન UP વોરિયર્ઝને 2 રનથી હરાવવામાં મદદ કરી. આ સાથે તે મહિલા પ્રીમિયર લીગમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. તે  સીઝનની બીજી સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહી હતી.દસ મેચમાં 12 વિકેટ લીધી હતી.

11 / 12
એપ્રિલ 2024માં શોભનાને બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત સ્થાન મળ્યું હતુ.તે 6 મે 2024ના રોજ આ જ સીરિઝની ચોથી મેચમાં ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીયT20Iમાં પ્રવેશ કર્યો હતા. મે 2024માં સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ભારતની વનડે આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. 16 જૂન 2024ના રોજ સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ODIમાં પ્રવેશ કર્યો. 2024ના ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો

Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ

g clip-path="url(#clip0_868_265)">