10 June 2026

લંચ પછી ખાવા જેવા 5 હેલ્ધી સ્નેક્સ!

Photo Credit - Whisk

શેકેલા મખાના હળવો અને પૌષ્ટિક નાસ્તો છે.

તેમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે.

મખાનાથી હાડકા મજબૂત બની શકે છે.

ઓછી કેલરી હોવાના કારણે વજન નિયંત્રણમાં રહે છે.

રોસ્ટેડ પીનટમાં પ્રોટીન અને જરૂરી વિટામિન હોય છે.

તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે.

તેનું નિયમિત સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.

રાતભર પલાળેલા ચણા પોષણથી ભરપૂર હોય છે.

તેમાં પ્રોટીન સહિત ઘણા જરૂરી પોષક તત્વો હોય છે.

સવારે તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થઈ શકે છે.

સ્વીટ કોર્નમાં વિટામિન B અને એન્ટીઑકિસડન્ટ્સ હોય છે.

સ્વીટ કોર્ન શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે.

સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં સ્વીટ કોર્ન મદદ કરી શકે છે.

ફ્રૂટ ચાટ વિવિધ તાજા ફળોનું મિશ્રણ હોય છે.

જે વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે.

તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.