Surat Breaking News : સુરતમાં ભૂતિયા ડીમોલેશનમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા! જુઓ CCTV Video
સુરતના નાસીર નગર ભૂતિયા ડીમોલેશન પહેલાના સીસીટીવી સામે આવ્યા છે.સુરત પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા!SMCની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, તેમજ સુરત પોલીસ પણ એટલી જ જવાબદાર છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
સુરત શહેરના નાસીર નગર ભૂતિયા ડીમોલેશન વિવાદનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ડીમોલેશન પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. સુરત પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા હોય તેવી ચર્ચા થઈ રહી છે. SMCની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, આ સમગ્ર મામલે સુરત પોલીસ પણ એટલી જ જવાબદાર છે. શહેરની જાણીતી એક બ્રન્ચના ઉચ્ચ અધિકારીઓ ડીમોલેશન પહેલા પહોંચ્યા હતા. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, પોલીસ લોકોને મકાન ખાલી કરવાનું કહે તેવો આક્ષેપો છે.
સુરતના નાસીર નગર ભૂતિયા ડીમોલેશન મામલો સામે આવ્યો છે. પાલિકાના અધિકારીઓ સામે ACB કાર્યવાહી થવી જોઈએ.પાલિકાના સુજલ પ્રજાપતિ અને જીયાંગ રામજીવાલા સામે મોટો આરોપ છે. અનેક બોગસ ગેરકાયદેસર બાંધકામો આ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે
100 મકાનો કોણે તોડ્યા?
સુરતના નાસિર નગર 100થી વધુ મકાન ભૂતિયા ડીમોલેશનનો વિવાદ સામે આવ્યો છે.બાજુમાં નવા બંધાતા બિલ્ડીંગ બાંધકામની મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 મકાનો તોડી પાડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા હવે બિલ્ડરને બાંધકામ માટે નોટિસ ફટકારવામાં આવી છે. બેઝમેન્ટ સુધી બાંધકામ થઇ ગયા હોવા છતાં તંત્ર ચૂપ તેને લઇ અનેક સવાલો થઈ રહ્યા છે.100 મકાનો કોણે તોડ્યા તે પણ હજી રહસ્ય છે.
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
