Plant In Pot : કૂંડામાં ઉગાડો જામફળનો છોડ, આ રહી સરળ ટીપ્સ
જો તમારી પાસે બગીચામાં જગ્યા મર્યાદિત હોય અથવા તમે તમારી બાલ્કનીમાં ફળ ઉગાડવા માંગતા હોવ, તો તમે કૂંડામાં જામફળનું ઝાડ વાવવું એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો યોગ્ય કાળજી રાખશો તો છોડનો ઝડપથી વિકાસ થાય છે.

જામફળ ઉગાડવા માટે સૌથી પહેલા ઓછામાં ઓછો 18-24 ઇંચ વ્યાસ અને ઊંડઈ વાળુ કૂંડુ લો, જેમાં તળિયે ડ્રેનેજ હોલ હોય તેનું ધ્યાન રાખો.

સારી રીતે પાણી નિકાલ કરતી માટી પસંદ કરો. સારી ગુણવત્તાની માટી, ખાતર અને પર્લાઇટ અથવા રેતીનું મિશ્રણ આદર્શ છે. તેનું pH 5-7 હોવું જોઈએ.

છોડને કૂંડાની મધ્યમાં મૂકો, મૂળને માટીમાં થોડું દબાવો અને પાણી આપો. દરરોજ ઓછામાં ઓછા 6-8 કલાક સીધો સૂર્યપ્રકાશ મેળવો.

છોડમાં યોગ્ય પાણી આપો. પરંતુ ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ રહેશે અને છોડ સુકાઈ જશે.

વૃદ્ધિ દરમિયાન સંતુલિત કાર્બનિક ખાતર ઉમેરો. નાના વૃક્ષોને સામાન્ય રીતે દર 1-2 મહિને ખાતરની જરૂર પડે છે.

ઝાડને ખૂબ ઊંચું વધવા ન દો. ફળ અને ફૂલોને સારી રીતે ઉગે તે માટે જ્યાં જરૂર પડે ત્યાં મૃત અથવા અટકેલી ડાળીઓને કાપી નાખો. ફળ આપવાનું લગભગ 1-2 વર્ષમાં શરૂ થશે.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
