ગ્રીન ટી પીધા પહેલા આ વાત જાણી લેજો, ફાયદાથી વધારે થશે નુકસાન
ઘણી વાર અનેક વાર ડોક્ટર કે અન્ય એક્સપર્ટ વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીવા અનુરોધ કરે છે. ગ્રીન ટીમાં ઘણા પોષક તત્વો હોય છે જે કબજિયાતમાં સુધારો કરવા સહિત ઘણા ફાયદા આપે છે. તેથી જ નિષ્ણાતો પણ તેના સેવનની ભલામણ કરે છે. પરંતુ તમે જાણો છો ક્યાં લોકોએ ગ્રીન ટી નું સેવન નહીં કરવું જોઈએ.

જો કોઈને મોતિયાની સમસ્યા હોય તો તેણે ગ્રીન ટીથી દૂર રહેવું જોઈએ. કહેવાય છે કે તેના સેવનથી આંખો પર અસર થાય છે. નિષ્ણાતની સલાહ લીધા બાદ જ ગ્રીન ટીનું સેવન કરવુ જોઈએ.

એક અહેવાલ અનુસાર, ગ્રીન ટી માં રહેલું કેફીન ચિંતાની સમસ્યાને વધારે છે. જો કોઈ વ્યક્તિ ચિંતાથી પીડાય છે તો તેને પીવાનું ટાળવું જોઈએ.

ગ્રીન ટીમાં કેફીન હોય છે અને તેના વધુ પડતા સેવનથી અનિદ્રા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ સ્લીપિંગ ડિસઓર્ડરનો સામનો કરી રહી હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.

ગ્રીન ટીમાં કેટેચિન હોય છે જે આયર્નને યોગ્ય રીતે શોષવા દેતું નથી. કેટેચીનનું વધુ પડતું સેવન એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપનું કારણ બની શકે છે.

અહેવાલો અનુસાર, જો કોઈને પહેલાથી જ નબળા અથવા ખરાબ પાચનની ફરિયાદ હોય, તો તેણે પણ નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ પર ગ્રીન લેવી જોઈએ.

હેલ્થલાઈન મુજબ, આપણે દિવસમાં 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ. આનાથી વધારે એનિમિયા, ડિહાઈડ્રેશન અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
