AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાતોરાત ગાયબ થયું ‘ગોલ્ડ’ ! કોઈને ખબર પણ ના પડી અને અમેરિકાથી પોતાનું ‘સોનું’ ઘરભેગું કરી દીધું

દુનિયાના એક મોટા દેશે તાજેતરમાં પોતાની આર્થિક વ્યૂહરચનાથી સૌને ચોંકાવી દીધા છે. આ દેશે અમેરિકાની તિજોરીમાં વર્ષોથી સચવાયેલો પોતાનો સોનાનો ભંડાર (Gold Reserve) પરત મેળવવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો છે.

| Updated on: Apr 07, 2026 | 6:34 PM
Share
દુનિયાની મોટી ઇકોનોમીમાં જોડાયેલ ફ્રાન્સે તાજેતરમાં એક એવું પગલું ભર્યું છે કે, જેણે ગ્લોબલ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં નવી ચર્ચા જગાવી છે. સમાચાર એ છે કે,  ફ્રાન્સે અમેરિકામાં રાખેલા પોતાના ગોલ્ડ રિઝર્વને (સોનાના ભંડારને) પાછો પોતાના દેશમાં શિફ્ટ કરી લીધો છે પરંતુ આ કામ કોઈ જહાજ કે વિમાન દ્વારા નથી થયું. આની પાછળ એક અત્યંત સ્માર્ટ અને વ્યૂહાત્મક ફાઇનાન્શિયલ પ્લાનિંગ હતું, જેણે માત્ર લોજિસ્ટિક્સની ઝંઝટ જ ખતમ નથી કરી પરંતુ અંદાજે €12.8 બિલિયન (આશરે 1.15 લાખ કરોડ રૂપિયાથી વધુ) નો નફો પણ કરાવી આપ્યો છે.

1 / 6
ફ્રાન્સની સેન્ટ્રલ બેંક Banque de France એ પરંપરાગત રીત અપનાવવાને બદલે એક અલગ રસ્તો પસંદ કર્યો. સામાન્ય રીતે દેશો પોતાના ગોલ્ડ રિઝર્વને ભૌતિક (Physical) રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરે છે, જેમાં સુરક્ષા, ઇન્સ્યોરન્સ અને રિફાઇનિંગ જેવી ઘણી જટિલતાઓ હોય છે પરંતુ ફ્રાન્સે જુલાઈ 2025 થી જાન્યુઆરી 2026 વચ્ચે ન્યૂયોર્કમાં રાખેલા પોતાના 129 ટન જૂના અને નોન-સ્ટાન્ડર્ડ ગોલ્ડ બાર્સને ત્યાં જ વેચી દીધા. તે સમયે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તર પર હતા, જેનો પૂરો ફાયદો ઉઠાવવામાં આવ્યો. ત્યારબાદ તે જ પૈસાથી યુરોપમાં હાઈ-ક્વોલિટી, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ વાળું નવું સોનું ખરીદવામાં આવ્યું અને સીધું પેરિસમાં સ્ટોર કરી દેવામાં આવ્યું.

2 / 6
આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 26 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા અને તેનાથી ફ્રાન્સને €12.8 બિલિયનનો મોટો ફાયદો થયો. આ માત્ર ટ્રેડિંગ પ્રોફિટ નહોતો પરંતુ એક માળખાગત નાણાકીય સુધારો પણ હતો. આ વ્યૂહરચનાની અસર બેંકની બેલેન્સ શીટ પર પણ સ્પષ્ટ દેખાઈ. એવામાં જ્યાં વર્ષ 2024માં Banque de France ને €7.7 બિલિયનનું નુકસાન થયું હતું, ત્યાં વર્ષ 2025માં તેણે €8.1 બિલિયનનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. ટૂંકમાં એક વર્ષની અંદર બેંકે ખોટમાંથી નફામાં જબરદસ્ત વાપસી કરી.

3 / 6
આ ઓપરેશન પછી હવે ફ્રાન્સનું સંપૂર્ણ 'ગોલ્ડ રિઝર્વ', જે અંદાજે 2,437 ટન છે, તે પેરિસમાં હાજર છે. આ સિવાય જે 129 ટન સોનું વેચવામાં આવ્યું, તે કુલ રિઝર્વના લગભગ 5% હતું. ફ્રાન્સ પાસે હજુ પણ લગભગ 134 ટન જૂનું સોનું છે, જેને વર્ષ 2028 સુધીમાં અપગ્રેડ કરવાની યોજના છે, જેથી આખું રિઝર્વ એક જ સ્ટાન્ડર્ડ પર આવી જાય. આ પગલું માત્ર સ્ટોરેજનું નથી પરંતુ ગોલ્ડ રિઝર્વને મોડર્ન અને લિક્વિડ બનાવવાનો ભાગ છે.

4 / 6
ફ્રાન્સની સેન્ટ્રલ બેંકના ગવર્નર François Villeroy de Galhau એ સ્પષ્ટ કર્યું કે, આ કોઈ રાજકીય નિર્ણય નહોતો. તેમના મતે, આ વર્ષ 2005 થી ચાલી રહેલા મોડર્નાઇઝેશન પ્લાનનો એક ભાગ છે. તેમણે એમ પણ કહ્યું કે, જૂના સોનાને વિદેશમાં રિફાઇન કરવા કરતાં યુરોપમાં સીધું જ નવા સ્ટાન્ડર્ડનું સોનું ખરીદવું વધુ સરળ અને સસ્તું છે.

5 / 6
જો કે, ફ્રાન્સે તેને એક પ્રેક્ટિકલ નિર્ણય ગણાવ્યો છે પરંતુ તેની ગ્લોબલ અસર દેખાવા લાગી છે. ખાસ કરીને જર્મનીમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે, જ્યાં હજુ પણ ઘણું સોનું અમેરિકામાં રાખવામાં આવ્યું છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, વર્તમાન જીઓ-પોલિટિકલ માહોલ અને અમેરિકાની નીતિઓને જોતા દેશો હવે પોતાના સોનાને ઘરેલું સ્તર પર રાખવું વધુ સુરક્ષિત માની રહ્યા છે. આનાથી એ સવાલ પણ ઊઠી રહ્યો છે કે, શું ધીમે-ધીમે દેશોનો ભરોસો વિદેશી વોલ્ટ્સ, ખાસ કરીને ફેડરલ રિઝર્વ (Federal Reserve) પરથી ઓછો થઈ રહ્યો છે.

6 / 6

Breaking News : દુનિયા ડોલરમાં અટવાઈ અને ચીને સોનાનો ઢગલો કર્યો, હવે આ રહસ્યમયી ચાલ પાછળનું ‘અસલી સત્ય’ શું?

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">