AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સતત 14 દિવસ ‘રાજગરો’ ખાવાથી શરીરમાં શું થાય ? આ સુપરફૂડના ચમત્કારી ફાયદા જાણી લો

રાજગરાને માત્ર ઉપવાસમાં ખવાતું અનાજ માનવાની ભૂલ ન કરતા. તે પોષક તત્વોથી ભરપૂર એક શક્તિશાળી 'સુપરફૂડ' છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો તમે સતત 14 દિવસ સુધી રાજગરાનું સેવન કરો છો, તો તમારા શરીરમાં સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.

સતત 14 દિવસ 'રાજગરો' ખાવાથી શરીરમાં શું થાય ? આ સુપરફૂડના ચમત્કારી ફાયદા જાણી લો
Image Credit source: AI Generated
| Updated on: Oct 05, 2026 | 10:10 PM
Share

રાજગરાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અનાજ માનવામાં આવે છે. તે એક એવું સુપરફૂડ છે, જે અનેક પોષક તત્વોથી ભરપૂર છે. તે માત્ર ઉપવાસમાં ખાવામાં આવતું અનાજ નથી પરંતુ તેને દૈનિક આહારમાં ઉમેરવાથી એકંદર સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, દરરોજ 14 દિવસ સુધી નિયમિતપણે રાજગરો ખાવાથી શરીરમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે.

પોષક તત્વોથી ભરપૂર છે ‘રાજગરો’

રાજગરાને પોષક તત્વોથી ભરપૂર અનાજ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા અનેક જરૂરી પોષક તત્વો મળી આવે છે. તેને સંતુલિત આહારનો હિસ્સો બનાવવાથી શરીરને જરૂરી પોષણ મળી શકે છે.

14 દિવસ સુધી રાજગરો ખાવાથી શું થાય છે?

  1. પાચનક્રિયા સુધરશે: રાજગરામાં ફાઈબર મળી આવે છે, જે પાચનક્રિયાને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરી શકે છે. નિયમિતપણે રાજગરો ખાવાથી પેટ યોગ્ય રીતે સાફ થાય છે અને કબજિયાત જેવી સમસ્યામાંથી રાહત મેળવવામાં મદદ મળી શકે છે.
  2. વજન ઘટાડવામાં મદદરૂપ: જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોવ, તો આહારમાં આ અનાજને જરૂર ઉમેરો. તેમાં રહેલું પ્રોટીન અને ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરી શકે છે, જેથી વારંવાર ભૂખ નથી લાગતી. સાથે જ આ અનાજ ગ્લુટેન-ફ્રી હોય છે, જે તેને ગ્લુટેનથી એલર્જી ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ બનાવે છે.
  3. ઊર્જા (Energy) આપવામાં મદદરૂપ: જો તમારી ઊર્જા ઓછી થઈ ગઈ હોય અથવા તમે દરેક સમયે થાક અનુભવતા હોવ તો રાજગરાને તમારા આહારમાં જરૂર એડ (Add) કરો. તેમાં કાર્બોહાઈડ્રેટ્સની સાથે આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરની સામાન્ય ઊર્જા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  4. હાડકાં માટે ફાયદાકારક: તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ મળી આવે છે, જે હાડકાંનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે જરૂરી પોષક તત્વો છે.

કેવી રીતે સેવન કરવું?

રાજગરાનું સેવન તમે લોટના રૂપમાં રોટલી કે ચીલા (પુડલા) બનાવવા માટે કરી શકો છો. આ સિવાય તમે તેનું સેવન ખીચડી કે દલિયા (ફાડા) ના રૂપમાં પણ કરી શકો છો. રાજગરાની શરૂઆતમાં ઓછી માત્રાથી શરૂઆત કરવી વધુ સારી છે અને સાથે જ પૂરતું પાણી પીવું પણ જરૂરી છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ ‘મગફળી’, નહીં તો લેવાના દેવા પડી જશે

Follow Us
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">