AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડના ‘શહેનશાહ’ જોતાં રહી ગયા ! KBC 18ના મંચ પર Big Bને મળ્યું ‘અનોખું ગિફ્ટ’, દર્શકો પણ ઝૂમી ઉઠ્યા

'Kaun Banega Crorepati 18'ના સેટ પર બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચનના 84મા જન્મદિવસની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. આ બર્થડે સ્પેશિયલ એપિસોડમાં Big Bને એક એવું અનોખું સરપ્રાઈઝ મળ્યું કે, તે જોઈને તેઓ ભાવુક થઈ ગયા. ખાસ વાત એ છે કે, આ સરપ્રાઈઝે તો KBCના સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા.

બોલિવૂડના 'શહેનશાહ' જોતાં રહી ગયા ! KBC 18ના મંચ પર Big Bને મળ્યું 'અનોખું ગિફ્ટ', દર્શકો પણ ઝૂમી ઉઠ્યા
| Updated on: Oct 05, 2026 | 9:30 PM
Share

આયુષ્માન ખુરાના પોતાની આગામી ફિલ્મ ‘Udta Teer’ને પ્રમોટ કરવા માટે પોતાની કો-સ્ટાર સારા અલી ખાન સાથે ‘Kaun Banega Crorepati 18’માં એક સ્પેશિયલ એપિયરન્સ આપવા માટે તૈયાર છે.

મેકર્સ તરફથી જાહેર કરાયેલા એક નવા પ્રોમોમાં એક્ટરને હોસ્ટ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામના આપીને સરપ્રાઈઝ આપતા જોઈ શકાય છે. આયુષ્માન શોના બર્થડે સ્પેશિયલ એપિસોડમાં બોલિવૂડના ‘શહેનશાહ’ માટે ક્લાસિક ગીત ‘કભી-કભી મેરે દિલ મેં’ પણ ગાય છે અને તેનું આ સરપ્રાઈઝ અમિતાભ બચ્ચનને પણ ખૂબ પસંદ આવ્યું.

આયુષ્માન ખુરાનાએ અમિતાભ બચ્ચનને આપી જન્મદિવસની શુભકામના

મેકર્સ તરફથી જાહેર કરાયેલા KBC 18ના નવા પ્રોમોમાં એક સ્પેશિયલ ક્ષણની ઝલક મળે છે, જ્યાં આયુષ્માન ખુરાના એક રેડિયો જોકી બની જાય છે અને ક્લાસિક રેડિયો-હોસ્ટ સ્ટાઈલમાં અમિતાભ બચ્ચનનું સ્પેશિયલ ઈન્ટ્રોડક્શન આપે છે. તે ‘કભી-કભી’ ગીત પણ ગાય છે, જે બિગ બીની ફિલ્મોમાંથી એક સાથે જોડાયેલું છે.

આયુષ્માન પોતાની સિગ્નેચર રેડિયો સ્ટાઈલમાં બિગ બીનું ઈન્ટ્રોડક્શન આપતા કહે છે, ‘રેડિયો અંદાજમાં તમારું ઈન્ટ્રોડક્શન આપવામાં આવે… KBC રેડિયો પર ‘માન ન માન, મૈં હું આપકા આયુષ્માન! આ અમિતાભ બચ્ચનનો બર્થડે વીક છે, તો AB 84.0 પર આગળ જુઓ, બન્યા રહો.’ આ પછી તે મશહૂર ગીત ‘કભી-કભી મેરે દિલ મેં’ ગાય છે અને ઓડિયન્સ તેની પર્ફોર્મન્સ માટે ચીયર કરે છે.

ઈન્સ્ટાગ્રામ પર પ્રોમો શેર કરતા સોની લિવે લખ્યું, ‘AB માટે આયુષ્માનની મ્યુઝિકલ બર્થડે Wish! જુઓ કૌન બનેગા કરોડપતિ, સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે, ફક્ત #SonyEntertainmentTelevision અને Sony LIV પર.’

‘ઉડતા તીર’ની રિલીઝ ડેટ

આયુષ્માન ખુરાનાની આગામી સ્પાઈ કોમેડી ફિલ્મ ‘ઉડતા તીર’ 23 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનું ટ્રેલર આવી ચૂક્યું છે. પહેલાં આ ફિલ્મ 9 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી પરંતુ મેકર્સે તેને આગળ વધારવાનો નિર્ણય લીધો અને 2 ઓક્ટોબરે તેની જાહેરાત કરી.

જણાવી દઈએ કે, એ જ દિવસે અજય દેવગનની ‘દ્રશ્યમ 3’ રિલીઝ થઈ હતી. આકાશ કૌશિકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રામ કપૂર, ગુલશન ગ્રોવર, બ્રિજેન્દ્ર કાલા અને અન્ય કલાકારો પણ છે.

અમિતાભ બચ્ચનનો બર્થડે વીક

Sony TVના મશહૂર ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝન સોમવારથી શનિવાર, રાત્રે 9 વાગ્યાથી પ્રસારિત થાય છે. દર્શકો આ શોને સોની લિવ પર પણ જોઈ શકે છે.

અમિતાભ બચ્ચનના બર્થડે વીક સ્પેશિયલ એપિસોડમાં સુપરસ્ટારનો વારસો અને શો સાથે તેમના લાંબા જોડાણની ઉજવણી કરવામાં આવશે. દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2026ના રોજ 84 વર્ષના થઈ જશે.

Breaking News: મુંબઈ ફિલ્મ સિટીમાં અચાનક લાગી ‘ભયાનક આગ’, માંડ માંડ બચ્યા ‘ધોની’ અને ‘બાદશાહ’

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">