Breaking News : પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક 25 મકાનો પર તંત્રની કાર્યવાહી, જુઓ Video
પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે.સરકારી જમીન પર દબાણ કરી બનાવાયેલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મનપા, જિલ્લા તંત્ર અને પોલીસની હાજરીમાં બુલડોઝર ફેરવાયું છે.
પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક 25 મકાનો પર તંત્રની કાર્યવાહી સામે આવી છે. સરકારી જમીન પર દબાણ કરી બનાવાયેલા મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ડિમોલેશન નોટિસ સામે હાઇકોર્ટમાં કાનૂની લડત ચાલતી હતી. હાઇકોર્ટના હુકમ બાદ તંત્રએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે મનપા, જિલ્લા તંત્ર અને પોલીસનો કાફલો પહોંચ્યો હતો. હજારો ચોરસ મીટર જગ્યામાં બાંધકામો પર બુલડોઝર ફેરવાયું છે.
25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. નિવૃત્ત પોલીસ કર્મચારી સહિતના લોકોએ દબાણ કરી બંગલા બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. દબાણકર્તાઓનો આક્ષેપ છે કે, ભાજપ કાર્યકર્તા અને મનપા સભ્યોની દુકાનો સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.
સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન
ગેરકાયદેસર બાંધકામ હટાવવા સરકારી જમીન, જાહેર રસ્તાઓ, ફૂટપાથ અથવા પરવાનગી વગર ખડકી દેવાયેલા ગેરકાયદેસર મકાનો અને દુકાનોને તોડી પાડવા માટે બુલડોઝર દ્વારા ગેરકાયદે કરાયેલા બાંધકામને દુર કરી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે,રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરી 2026માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં એક મોટો વિવાદ પણ સામે આવ્યો હતો.રાજકોટ શહેરમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. RMCના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસએ વિરોધ કર્યો હતો.
Breaking News : હું 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરી રહી છું, રકુલ પ્રીત સિંહે IT દરોડાના અહેવાલોને ફગાવી દીધા અહી ક્લિક કરો
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
