AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલની કમાણીમાંથી સામ્રાજ્ય ખડુ કરનારનું સાઉદી અરબ આજે  હુતીઓના હાથે એકલુ માર ખાવા મજબુર, કોઈ મુસ્લિમ દેશ મદદે કરવા તૈયાર નથી- વાંચો

પેટ્રોલ-ડીઝલમાંથી અધધ કમાણી અને ઇસ્લામની તાકાત પર રચાયેલું રાષ્ટ્ર સાઉદી અરેબિયા, પ્રચંડ સંસાધનો હોવા છતાં આજે સંકટના સમયે એકલું પડી ગયું છે. લુંગી અને સાદા ચંપલ પહેરેલા હુથી બળવાખોરોએ તેની રાજધાની પર હુમલા કર્યા અને તેને ધુમાડાના ગોટેગોટામાં ઉડાડી દીધા, તેમ છતાં આ દેશ તેની સામે કેમ કંઈ કરી ન શક્યો?

પેટ્રોલની કમાણીમાંથી સામ્રાજ્ય ખડુ કરનારનું સાઉદી અરબ આજે  હુતીઓના હાથે એકલુ માર ખાવા મજબુર, કોઈ મુસ્લિમ દેશ મદદે કરવા તૈયાર નથી- વાંચો
| Updated on: Oct 05, 2026 | 9:43 PM
Share

પેટ્રોલ અને ડીઝલથી મળેલી અપાર સંપત્તિનો ઉપયોગ કરીને, સાઉદી અરેબિયાએ સમગ્ર વિશ્વમાં કટ્ટરપંથી વહાબી ઇસ્લામનો પ્રચાર કર્યો. મુસ્લિમ જગતના નેતા તરીકેની પોતાની છબી મજબુત કરવા માટે, તેણે વિવિધ દેશોમાં મસ્જિદો અને મદ્રસાઓનું વિશાળ નેટવર્ક સ્થાપવા માટે મોટા પાયે ભંડોળ પૂરું પાડ્યું અને ત્યાંની સરકારો પર પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો. તેણે અબજો ડોલરના શસ્ત્રોની ખરીદી કરીને અમેરિકાને પણ પોતાના સાથી દેશ તરીકે મેળવી લીધું હતું. તેમ છતાં, હવે જ્યારે સંકટ આવી પડ્યું છે, ત્યારે સાઉદી અરેબિયા એકલું પડી ગયું છે.

લુંગી અને ચપ્પલ પહેરનારા હૂતી વિદ્રોહી બન્યા કાળ

લુંગી અને ચપ્પલ પહેનારા યમનના હૂતી વિદ્રોહીઓ સાઉદી અરબ પર આડેધડ હુમલા કરી રહ્યા છે. ત્યારે તેને બચાવવા માટે ના તો 56 મુસ્લિમ દેશો આગળ આવી રહ્યા છે કે ન તો કોઈ ધાર્મિક જેહાદી સંગઠન આગળ આવી રહ્યુ છે. અમેરિકાએ પણ બહુ ચતુરાઈપૂર્વક આ બાબતથી પોતાને દૂર રાખી અંતર જાળવી રહ્યુ છે. હાલ સાઉદી અરેબિયા એકલુ માર ખઈ રહ્યુ છે અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન લાચાર બનીને તેના દેશને આગને હવાલે થતો જોઈ રહ્યા છે.

શનિવારે, યમનના હુથી બળવાખોરોએ સાઉદીની રાજધાની રિયાધમાં આડેધડ હુમલા કરી ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા ઉડાડી દીધા. મિસાઇલો અને ડ્રોનનો મારો ચલાવીને તેમણે રિયાધના સંવેદનશીલ સ્થળો અને બંદર શહેર યાનબુમાં આવેલા તેલના પ્લાન્ટ્સને નિશાન બનાવી ભારે વિનાશ વેર્યો હતો. આ હુમલા બાદ સાઉદીની રાજધાની કલાકો સુધી ગાઢ ધુમાડામાં લપેટાયેલી રહી હતી; રિયાધ પર ઉઠતા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી પણ જોઈ શકાતા હતા. શરૂઆતમાં હુથીઓએ આ હુમલા અંગે મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ બાદમાં તેમણે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

સાઉદી અરેબિયા પર પ્રહારો

હુથી સૈન્યના પ્રવક્તા યાહ્યા સરીએ આ અંગે ટેલિગ્રામ પર એક નિવેદન બહાર પાડ્યું હતું. સરીએ કહ્યું, “દુશ્મન દેશ સાઉદી અરેબિયાએ યમનની રાજધાની સનાને નિશાન બનાવી હતી. આ ગુનાહિત પ્રયાસોના જવાબમાં, યમનના સશસ્ત્ર દળોએ મોટી સંખ્યામાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને બે સફળ સૈન્ય અભિયાનો હાથ ધર્યા હતા.”

તેમણે વધુમાં ઉમેર્યું, “પ્રથમ અભિયાનમાં સાઉદીની રાજધાની રિયાધમાં આવેલા સંવેદનશીલ લક્ષ્યોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બીજા અભિયાનમાં યાનબુ સ્થિત અરામકોની તેલ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ બંને હુમલાઓએ દુશ્મનની ક્ષમતાઓને મોટા પાયે પાંગળી બનાવી નબળી પાડી દીધી છે.”

સાઉદીમાં ચારે તરફ અરાક્તાનો માહોલ

AFP પત્રકારના જણાવ્યા મુજબ, હુથીઓના હુમલા બાદ રિયાધના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક ઇંધણ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. આ સ્થળે સાઉદી તેલ કંપની ‘અરામકો’ની ઇંધણ ટાંકી હતી, જે ડ્રોનથી હુમલો થયા બાદ ભીષણ રીતે બળી ગઈ હતી. આ હુમલાઓએ શનિવારે સમગ્ર સાઉદી અરેબિયાને અરાજકતાની સ્થિતિમાં ધકેલી દીધું.

આ ડર અને ભયની સ્થિતિ વચ્ચે, ઍરપોર્ટ પરથી જતી અને આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ચેતવણીઓ જારી કરવામાં આવી હતી, જેમાં લોકોને ઘરની અંદર રહેવા અને બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી હતી. ક્રાઉન પ્રિન્સ સહિત દેશના ટોચના નેતાઓ માટે સુરક્ષા કડક કરવામાં આવી હતી અને તેમને સુરક્ષિત ઘરોમાં ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતના બે હુમલાઓ પછી કોઈ વધુ હુમલા વિના કલાકો વિત્યા બાદ એરપોર્ટ પર કામગીરી ફરી શરૂ થઈ હતી.

પાકિસ્તાન અને તૂર્કિયે એ પણ હાથ અધ્ધર કરી લીધા

સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અહૂતી વિદ્રોહીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના હુમલાઓનો મારો વ્યાપક રીતે વધાર્યો છે. . શ્રેણીબદ્ધ સફળ સૈન્ય અભિયાનો દ્વારા, તેઓએ યમનના વિશાળ વિસ્તારો પર નિયંત્રણ મેળવી લીધું છે, જેમાં મોખા અને પેરિમ ટાપુ પરનો કબજો પણ સામેલ છે. તેમના હુમલા એટલા ઝડપી અને સુવ્યવસ્થિત હતા કે સાઉદી સરકારને પ્રતિક્રિયા આપવાનો પણ સમય મળ્યો ન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ‘મક્કા કરાર’નો હવાલો આપીને હુતી વિદ્રોહીઓના હુમલાનો સામનો કરવા માટે પાકિસ્તાન અને તુર્કી પાસેથી મદદ માંગી હતી. જોકે, બંને દેશોએ કરારની જટિલતાઓનું કારણ આપીને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમનું માનવું હતું કે આ કરાર કોઈ નવા સંઘર્ષમાં દુશ્મનનો સામનો કરવા માટે હતો, જ્યારે હુતીઓ સામેનો સંઘર્ષ સાઉદી અરેબિયા માટે લાંબા સમયથી ચાલતો જુનો મુદ્દો છે.

એકલુ પડી ગયુ ‘રહનુમા’ ઈસ્લામિક કંટ્રીનુ નેતા બનેલુ સાઉદી

સાઉદી અરેબિયા: સ્વ-ઘોષિત ‘નેતા’ જે હવે એકલું પડી ગયું છે અને માર ખાઈ રહ્યું છે પ્રિન્સ સલમાન બિન જાયેદે અમેરિકા પાસેથી પણ મદદ માંગી હતી, પરંતુ ટ્રમ્પે ઇનકાર કરતા કહ્યું કે તેમનો દેશ કોઈ નવા સંઘર્ષમાં જોડાશે નહીં. અન્ય મુસ્લિમ દેશો પણ તટસ્થ ભૂમિકા ભજવી રહ્યા છે, પ્રાદેશિક હરીફાઈઓને કારણે અંતર જાળવી રહ્યા છે, અને માત્ર આ તમાશો જોઈ રહ્યા છે.

સાઉદી અરેબિયા, જે પોતાને વૈશ્વિક મુસ્લિમ સમુદાયના નેતા તરીકે જુએ છે, તે હવે તેમના જ મજહબી હુતીઓના હાથે એકલુ માર ખાઈ રહ્યુ છે અને તેની મદદે આવવા માટે કોઈ તૈયાર નથી. કદાચ જિંદગીનું આ જ કડવુ સત્ય છે કે સંકટના સમયે બધા અજાણ્યા બની જાય છે. આવા સમયે, ન તો ભૂતકાળના ઉપકારો લોકોને યાદ રહે છે કે ના તો કોઈ ધાર્મિક કાર્ડ ચાલે છે.

સાઉદી માટે સૌથી મોટો પાઠ શું?

આજે સાઉદી પાસે પૈસા છે, અત્યાધુનિક હથિયારો છે અને શક્તિશાળી દેશો સાથે સંબંધો છે. પરંતુ કોઈપણ દેશ માટે પોતાની સુરક્ષા માત્ર આ ત્રણ બાબતો પર આધારિત રાખવી પૂરતી નથી. રાજદ્વારી સંતુલન, પ્રાદેશિક સમજૂતી, ગુપ્તચર ક્ષમતા અને અસરકારક એર ડિફેન્સ પણ એટલાં જ મહત્વપૂર્ણ છે. હુતીઓ સાથેનો સંઘર્ષ સાઉદી અરેબિયા માટે માત્ર યમનનો મુદ્દો નથી રહ્યો. તે તેની પ્રાદેશિક વ્યૂહરચના, સુરક્ષા વ્યવસ્થા અને વૈશ્વિક સાથીદારો પરની નિર્ભરતાની પણ કસોટી બની ગયો છે. અને આ સંકટમાંથી સૌથી મોટો સંદેશ કદાચ એ જ છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ દેશ માત્ર પૈસા, હથિયારો કે ધાર્મિક પ્રભાવના આધારે મુશ્કેલીના સમયે સહયોગની ખાતરી મેળવી શકતો નથી.

Breaking News: તહેવારો નજીક આવતા જ ઍરલાઈન કંપનીઓએ શરૂ કરી ઉઘાડી લૂંટ, હવાઈભાડામાં 70% સુધીનો કર્યો વધારો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">