AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEC જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ અને SIR મુદ્દે તીખી રાજકીય તકરાર- જુઓ Video

CEC જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ અને SIR મુદ્દે તીખી રાજકીય તકરાર- જુઓ Video

| Updated on: Oct 31, 2026 | 8:43 PM
Share

દિલ્હીમાં ખડગેના નિવાસે મોક સંસદ યોજી વિપક્ષે CEC જ્ઞાનેશ કુમાર પર SIR દ્વારા મતદારોના નામ કાપવાના ગંભીર આક્ષેપો કર્યા. જ્યારે ભાજપે ASDD પ્રક્રિયા હેઠળ બોગસ, મૃતક અને ડુપ્લિકેટ મતો દૂર કરાયા હોવાનો હિસાબ આપી વળતો જવાબ આપ્યો છે.

નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી ગઠબંધન દ્વારા મોક સંસદ યોજી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે ‘જન મહાભિયોગ’ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વિપક્ષે CEC પર પક્ષપાતી વલણ અને સંસદની મંજૂરી વિના ફોર્મ-6 માં ફેરફાર કરવા સહિત છ ગંભીર આરોપો મૂક્યા છે. ખડગેએ આક્ષેપ કર્યો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા હેઠળ દેશભરમાંથી 13.2 કરોડ મતદારોના નામ અયોગ્ય રીતે હટાવી દેવાયા છે, જે લોકશાહી માટે ખતરો છે. વિપક્ષે CEC ને તાત્કાલિક પદ પરથી હટાવવા અને SIR રોકવાની માંગ કરી છે.

સામે પક્ષે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતાં જણાવવામાં આવ્યું કે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની શુદ્ધતા માટે ASDD (એબસન્ટ, શિફ્ટેડ, ડેડ, ડુપ્લિકેટ) ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં 2.8 કરોડ મૃતકો અને 1 કરોડ ડુપ્લિકેટ મતો રદ કરાયા છે, જ્યારે શિફ્ટ થયેલા લોકો ફરી જોડાઈ રહ્યા છે. શંકાસ્પદ ઓળખ ધરાવતા અને બોગસ વોટિંગ કરાવતા તત્વો સામે તપાસ થતાં વિપક્ષ હતાશામાં આવીને બંધારણીય સંસ્થા પર પ્રહારો કરી રહ્યો છે.

 

Abroad અને Foreign વચ્ચે શું છે તફાવત? અર્થ એક જેવો પણ વાપરવાની રીત સાવ અલગ

Published on: Oct 31, 2026 08:42 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">