Breaking: ગુજરાતમાં ફરી માવઠાની મોકાણ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ અને દરિયામાં વાવાઝોડું સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. 2 અને 3 નવેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડી શકે છે, જ્યારે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાનાર સિસ્ટમથી ડિસેમ્બરની શરૂઆત સુધી સંકટ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં નવેમ્બર મહિના દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ અને વાવાઝોડાનું સંકટ ઊભું થવાનું ચિંતાજનક અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું છે કે 2 અને 3 નવેમ્બરની આસપાસ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ગીર પંથક, કોડીનાર, જામનગર તેમજ વાંસદા અને કચ્છના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત દરિયાઈ સિસ્ટમ અંગે મોટી ચેતવણી આપતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે 6 થી 9 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં હવાનું મજબૂત દબાણ સર્જાશે, જે ડીપ ડિપ્રેશન બનીને વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારબાદ 16 નવેમ્બરની આસપાસ પણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ખેડૂતો માટે આ માવઠું પાકને નુકસાન પહોંચાડી શકે તેવી સ્થિતિ સર્જી રહ્યું છે.
CEC જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ અને SIR મુદ્દે તીખી રાજકીય તકરાર– જુઓ Video
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video

