સોનું ફરી મોંઘુ થયું, ટ્રમ્પના ટેરિફની અસર જોવા મળી, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
સોનાના ભાવમાં હાલ વધઘટ ચાલુ છે. આ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે 2 જૂન, સોમવારના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે. એવામાં જાણો કે હાલ 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગ્લોબલ માર્કેટમાં મજબૂત વલણને પગલે સોમવારે દિલ્હીમાં સોનાનો ભાવ 330 રૂપિયા વધીને 98,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

શુક્રવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ પર 98,600 રૂપિયાએ બંધ થયો હતો. 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 300 રૂપિયા વધીને 98,400 રૂપિયાએ પહોંચ્યો હતો.

પાછલા બજાર સત્રમાં, સોનું પ્રતિ 10 ગ્રામ પર 98,100 રૂપિયાએ બંધ થયું હતું. ગ્લોબલ માર્કેટમાં હાલ સોનાનો ભાવ પ્રતિ ઔંસ $59.21 અથવા 1.80 ટકા વધીને $3,348.61 પ્રતિ ઔંસ થયો હતો. આ ઉપરાંત, સોમવારે ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 1,00,100 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની યોજના જાહેર કર્યા બાદ વધતી અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવમાં વધારો થયો છે. મહેતાએ જણાવ્યું હતું કે, જિયો પોલિટિકલ મોરચે રશિયા-યુક્રેન વચ્ચે વધતા તણાવ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, રોકાણકારો યુએસ મે ISM મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) રિપોર્ટ પર નજર રાખશે. આ રિપોર્ટ દિવસના અંતમાં જાહેર થવાની છે.

કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે, વેપારીઓ યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણીની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ફેડ ચેર પોવેલની ટિપ્પણીઓ ભવિષ્યના નાણાકીય નીતિના દૃષ્ટિકોણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો






































































