ગીરસોમનાથ : નવુ નિર્માણ પામી રહેલુ વેરાવળનું રેલવે સ્ટેશન આધુનિક સાધન સુવિધાઓથી હશે સજ્જ- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: વેરાવળમાં 10 કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યુ છે. જે અત્યાધુનિક સાધન સુવિધાઓથી સજ્જ હશે. જો કે હાલ લોકો આ રેલવે સ્ટેશનમાં પાર્કિગ સહિતની સમસ્યાનો ઉકેલ આવે તેવી પણ માગ કરી રહ્યા છે.

યાત્રાધામ સોમનાથ વેરાવળમાં ભારત અમૃતમ યોજના અંતર્ગત 10 કરોડના ખર્ચે નૂતન રેલવે સ્ટેશન બની રહ્યુ છે. રાજાશાહી સમયનું આ રેલવે સ્ટેશન હવે આધુનિક બનવા જઈ રહ્યુ છે.

સોમનાથ આવનારા વિશ્વભરના પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખી અહીં અદ્યતન સુવિધાઓથી સજ્જ રખાયુ છે.

વેરાવળ રેલવે જંકશનથી દેશભરના વિવિધ રાજ્યોની કનેક્ટિવિટી સાથે ભૂતકાળમાં પણ ટ્રેનો ચાલુ હતી પરંતુ ટુરિઝમ અને વિકાસને લઈ સોમનાથ વેરાવળથી અનેક લાંબા રૂટની ટ્રેનો પણ શરૂ કરાઈ છે.

સોમનાથ તીર્થ હોવાથી હજારો યાત્રાળુઓ આવે છે ત્યારે તેમા વધારે કોચ હોવાથી સ્ટેશન છેડા પર હોય ત્યારે વડીલો વૃદ્ધો અને મહિલાઓએ ટ્રેનમાં પોતાની બેઠક અને કોચ શોધવા લાંબુ ચાલવુ પડતુ હતુ

હાલમાં જે ટિકિટબારીને હટાવી લઈ આવતી જતી ટ્રેનોના સેન્ટર પોઈન્ટ પર પ્રત્યક્ષાલય અને સુવિધાયુક્ત વેઈટિંગ રૂમ સહિતની સુવિધાઓ ટ્રેનના કોચના મધ્ય સેન્ટરમાં નિર્માણ થવા જઈ રહી છે.

સોમનાથ તીર્થને છાજે એ પ્રકારનું ભવ્ય રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યુ છે ત્યારે હાલ રેલવે સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. સ્થાનિક લોકોએ જ્યા સુધી નવુ રેલવે સ્ટેશન નિર્માણ ન પામે ત્યાં સુધી ટેમ્પરરી પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવુ જરૂરી માની રહ્યા છે અને જ્યા સુધી નિર્માણ કાર્ય ચાલે ત્યાં સુધી સત્તાધિશો પણ નિર્માણ કાર્યની સમીક્ષા સમયાન્તરે કરતા રહે તેવી લોકો માગ કરી રહ્યા છે.

10 કરોડના ખર્ચે સ્ટેસનનો પાર્કિંગ તેમજ આસપાસના વિસ્તારને પણ સુવિધાયુક્ત બનાવાઈ રહ્યા છે. તેમ જ અહીં થતી ભારે ટ્રાફિકની સમસ્યાને લઈને હાલ સુધી આવવા જવાનો માર્ગ હતો તેને ઈન અને આઉટ બે જગ્યા બનાવાઈ છે. જેથી અંદર પ્રવેશનો દરવાજો અલગ રહેશે અને બહાર નીકળવાનો દરવાજો પણ અલગ રહેશે.

વેરાવળ રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડેન્ટ મહાપાત્રા આરપીએફના અધિકારીઓ તેમજ સ્ટેશન સ્ટાફ સહિત રેલવે કમિટીના સેક્રેટરી મુકેશ ચોલેરા અને સામાજિક કાર્યકર અનિશ રાચ્છ સહિતના લોકોએ રેલવે સ્ટેશનની ચાલી રહેલી કામગીરી સાઈટનું નિરીક્ષણ કર્યુ અને આવનારા સમયમાં વહેલી તકે કામગીરી સંપન્ન થાય તેવી પણ માગ કરી- Input Credit- Yogesh Joshi- Gir Somnath