Surendranagar : લીંબડી – અમદાવાદ હાઈવે પર શાળાની પ્રવાસ બસનો થયો ગમખ્વાર અકસ્માત, 57 વિદ્યાર્થી હતા સવાર , જુઓ Video
સુરેન્દ્રનગરના લીંબડી - અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 થી વધુ બાળકો અને 2 શિક્ષકોને ગંભીર ઈજા પહોંચી છે. લીંબડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના પ્રવાસની બસને અકસ્માત થતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ગુજરાતમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરના લીંબડી – અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 થી વધુ બાળકો અને 2 શિક્ષકોને ગંભીર ઈજા પહોંચી છે.
લીંબડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના પ્રવાસની બસને અકસ્માત થતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર બસમાં 57 જેટલા વિદ્યાર્થી સવાર હતા. જેમાંથી 10 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત શિક્ષક અને બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં 108 એમ્બ્યુલન્સે બાળકીને લીધી અડફેટે
બીજી તરફ સુરતમાં 108 એમ્બ્યુલન્સે બાળકીને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. અડાજણ સરદાર બ્રિજ પાસે એમ્બ્યુલન્સના ચાલકે સાઇકલ પર જતી 10 વર્ષની બાળકીને અડફેટે લીધી છે. જો કે સદનસીબે બાળકીનો જીવ તો બચી ગયો છે. પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.