Gir Somnath: સોમનાથમાં મા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ- જુઓ Photos
Gir Somnath:સોમનાથમાં માતા પાર્વતીની રાજો પચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ થયો છે. વિશ્વ શાંતિ અને કલ્યાણની કામના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતા પાર્વતીની નવરાત્રીમાં દૈનિક રાજોપચાર પૂજા કરાશે. મા આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે શારદીય નવરાત્રી. આ દરમિયાન સમગ્ર વિશ્વમાં વસતા મા ના ભક્તો નવરાત્રીના નવ દિવસ અને નવ રાત નવદુર્ગાની આરાધના કરે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં માતાની આરાધનાના ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

Gir Somnath: સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ થયો છે. વિશ્વ શાંતિ અને કલ્યાની કામના સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં નવરાત્રી દરમિયાન માતા પાર્વતીની રાજોપચારક પૂજા કરાશે.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવનું તીર્થ કે જેને આદિકાળમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવતું હતુ. જ્યાં માતા સરસ્વતીએ વડવાનલ અગ્નિ સમુદ્રમાં પધરાવેલા હતા. એ પ્રભાસ તીર્થમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ ટ્રસ્ટની પ્રણાલિકા અનુસાર સોમનાથ મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી.

નવરાત્રીના નવેય દિવસ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીઓ દ્વારા 3.5 કલાકની રાજોપચાર મહાપૂજા કરવામાં આવશે. આદિકાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા આ પ્રકારની રાજોપચાર મહાપૂજા કરવામાં આવતી હતી

સોમનાથ મંદીરના પૂજારીઓ દ્વારા વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે માતા પાર્વતી સૌનું કલ્યાણ કરે તેવી પવિત્ર ભાવનાથી મહાપૂજન કરવામાં આવ્યું હતું. ભકતો નવરાત્રીના પ્રથમ દિવસે માતા પાર્વતી તેમજ સોમનાથ મંદિરમાં બિરાજમાન માતા ત્રીપુર સુંદરી અને માટે આંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

સોમનાથ મંદિર સમીપ બિરાજમાન માતા વાઘેશ્વરીના મંદિરે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા માતા વાઘેશ્વરી-જોગેશ્વરીના પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. આ તકે સ્થાનિક ભક્તો અને બાળાઓ આ પૂજન માં જોડાયા હતા અને માતાની આરાધના કરવા ભક્તિમય સંગીત સાથે ગરબે ઘૂમ્યા હતા.