Gandhinagar: ગાંધીનગરના પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલીકા દહનનું આયોજન કરાયું

અહીં વર્ષોથી પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. જેનો ઘેરાવો 30 ફૂટની ત્રિજ્યામાં અને ઊંચાઈ 35 ફૂટ જેટલી હોય છે. પાલજ ગામમાં સદીઓથી એકમાત્ર ગામના મુખી પરિવારના વંશજો જ હોળી પ્રગટાવી શકે છે.

Hiren Khalas
| Edited By: | Updated on: Mar 17, 2022 | 10:58 PM
પાલજ ગામની  હોળીને અન્ય  હોળીઓ કરતાં અલગ  બનાવે છે તેનું કદ. અહીં હોલિકા દહન માટેની તૈયારીઓ 15 દિવસે પૂર્વે જ શરૂ થઇ જાય છે. ગામના 70-80 યુવકો હોળી માટે લાકડા એકત્ર કરવાની જવાબદારી ઉઠાવે છે. તેઓ ગામ અને આસપાસના ખેતરોમાં ફરીને લાકડા એકત્ર કરે છે અને ગામના ચોકમાં ભેગા કરે છે. લાકડા જેમ જેમ ભેગા થતા જાય છે તેમ તેમ તે એકબીજા પર ગોઠવાતા જાય છે અને  હોળીની ઉંચાઇ વધતી જાય છે. અહીં એટલી માત્રમાં લાકડા એકત્ર કરવામાં આવે છે કે હોળીની ઉંચાઇ કોઇ ત્રણ માળની ઇમારતની ઉંચાઇ જેટલી થઇ જાય છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસના ડોડાનો હાર બનાવીને લાવે છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોળીમાં હોમાય છે અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે અને તેમની પાછળ 'જય મહાકાળી'ના નાદ સાથે ભક્તો ચાલે છે.

1 / 6
પાલજ ગામે હોળીનું વિશેષ મહત્ત્વ છે. અહીં હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. જે લોકો અંગારા પર ચાલે છે તેની મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે તેવી આસ્થા સ્થાનિકોમાં છે. ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે. તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.

2 / 6
અહીં વર્ષોથી પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. જેનો ઘેરાવો 30 ફૂટની ત્રિજ્યામાં અને ઊંચાઈ 35 ફૂટ જેટલી હોય છે. પાલજ ગામમાં સદીઓથી એકમાત્ર ગામના મુખી પરિવારના વંશજો જ હોળી પ્રગટાવી શકે છે. તેમના સિવાય અન્ય કોઈપણ ગ્રામજન કે બહારની વ્યક્તિ હોળી પ્રગટાવી શકતું નથી. બીજા દિવસે મહાકાળી મંદિરના પૂજારી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળીને ઠારે છે. આગની જ્વાળાઓ છેક સો ફૂટ સુધી ઉંચે જતી હોય છે. તેનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઇ બીમાર ન થતી હોવાની કે સામાન્ય તાવ સુદ્ધા ન આવતો હોવાની માન્યતા છે. આ આગની જ્વાળાની દિશા પરથી વર્ષ કેવું જશે તેની આગાહી પણ કરવામાં આવે છે. આ દિવસે ગામમાં મેળો ભરાતો હોય છે. જેમાં આજુબાજુના ગામ અને જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુંઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

3 / 6
હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નીહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવે છે.

4 / 6
આ પ્રસંગે હાજરી આપવા માટે પાલજ ગામના વિદેશમાં રહેતા લોકો ખાસ કરીને આવે છે. વિદેશમાં વસતા પાલજવાસીઓને તેમના ગામના હોલિકા દહન પ્રત્યે વિશેષ લાગણી છે.

5 / 6
ગાંધીનગર જિલ્લાના પાલજ ગામે થતું હોલિકા દહન રાજ્યમાં થતા અન્ય હોલિકા દહન કરતાં એકદમ અલગ જ છે. પાલજ ગામે થતું હોલિકા દહન રાજ્યનું સૌથી મોટું હોલિકા દહન માનવામાં આવે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે પાલજ ખાતે હોલિકા દહન કાર્યક્રમ રંગેચંગે કરવામાં આવ્યો હતો. (Photos By- Hiren Khalas, Edited By Omprakash Sharma)

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">