144 વર્ષ જૂના રથની (year old chariot) આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા (Rathyatra) માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જયાં નવા રથ તૈયાર કરવા માટે (To prepare a new chariot) 5થી 7 મહિનાનો સમય લાગશે.
અહીં વર્ષોથી પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. જેનો ઘેરાવો 30 ફૂટની ત્રિજ્યામાં અને ઊંચાઈ 35 ફૂટ જેટલી હોય છે. પાલજ ગામમાં સદીઓથી એકમાત્ર ગામના મુખી પરિવારના વંશજો જ હોળી પ્રગટાવી શકે છે.
12 થી 14ની વયના બાળકો માટે આરંભાયેલા રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના ૨૨ લાખથી વધુ બાળકોને બે હજારથી વધુ કેન્દ્રો પર વેક્સિનેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભવામાં આવી છે. જેમાં 2500 થી વધુ વેક્સિનેટર રાજ્યના બાળકોને વેક્સિનેટ કરવાની કામગીરી હાથ ધરશે.
ગુજરાત ફુટબોલ એસોસિએશને ઉભરતા ખેલાડીઓથી લઇને સીનિયર ખેલાડીઓ માટે ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાત ફુટબોલે ક્લબ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે.